- હવામાન વિભાગની 1 થી 2 ડિગ્રી તાપમાન વધવાની આગાહી •
ઉત્તર-પશ્ચિમી પવનોને લીધે ગરમીનું પ્રમાણ વધુ
ગુજરાતમાં 3 દિવસ રાહત બાદ ફરી ગરમી વધશે. જેમાં રાજ્યમાં કાળઝાળ ગરમીનું જોર વધવાની શકયતા છે. તેમાં હવામાન વિભાગની 1 થી 2 ડિગ્રી તાપમાન વધવાની આગાહી છે. ઉત્તર-પશ્ચિમી પવનોને લીધે ગરમીનું પ્રમાણ વધુ છે. જેમાં રાજ્યમાં 2જી એપ્રિલના તાપમાન પર નજર કરીએ તો અમદાવાદ 37.6 ડિગ્રી તથા ગાંધીનગર 37 ડિગ્રી રહ્યું છે.
ભાવનગર 38.7 ડિગ્રી, સુરત 37.8 ડિગ્રી તાપમાન
ભાવનગર 38.7 ડિગ્રી, સુરત 37.8 ડિગ્રી, વડોદરા 37.4 ડિગ્રી, બનાસકાંઠા 39.01ડિગ્રી તેમજ કચ્છ 38.01 ડિગ્રી સાથે જૂનાગઢ 37.4 ડિગ્રી તાપમાન રહ્યું છે. રાજ્યમાં માર્ચના મહિનના અંતિમ દિવસોથી જ કાળઝાળ ગરમીથી જનજીવન પ્રભાવિત થઇ રહ્યું છે. જો કે હવામાન વિભાગે હજુ પણ ભીંષણ ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં સમગ્ર રાજ્યના મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે, એટલે કે 40 ડિગ્રીએ તાપમાન પહોંચવાની શક્યતા છે.
તમામ જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી નીચે
આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે અને તાપમાન યથાવત્ રહેશે. હાલમાં રાજ્યના તમામ જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી નીચે છે. જે આગામી પાંચ દિવસ સુધી યથાવત્ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં વેસ્ટન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગરમીનો અનુભવ થશે. જોકે, એપ્રિલ મહિનાના છેલ્લા સપ્તાહમાં અને મે મહિનાના પ્રથમ સપ્તાહમાં અંગ દઝાડતી ગરમી પડવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે