આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્યાને લઇને વર્ગ-૪ ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. તેમ નાણાં વિભાગની યાદીમાં જણાવાયું છે.
રાજ્ય સરકારના વર્ગ 4 ના કર્મચારીઓને દિવાળીની ભેટ, 7 હજાર બોનસ ચૂકવાશે, સરકારના કર્મચારીઓ સાથે બોર્ડ નિગમના કર્મીઓને મળશે લાભ અંદાજે 21 હજાર થી વધુ કર્મચારીઓને લાભ મળશે મળતી માહિતી મુજબ, રાજય સરકારે વર્ગ-૪ ના કર્મચારીઓને રૂા.૭૦૦૦ ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે.
આનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્ટ ઇન એઇડ (માન્યતાવાળા કર્મચારીઓ) તથા બોર્ડ નિગમના વર્ગ-૪ ના અદાજે ૨૧,૦૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે તેમ વધુમાં જણાવાયું છે.
ત્રણ હપ્તેથી ચૂકવાશે એરિયર્સ
ST યુનિયન સાથેની બેઠકમાં કર્મચારીઓના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે. ST કર્મચારીઓને બાકી રહેલા એરિયર્સ 3 હપ્તેથી ચૂકવાશે. જેમાં દિવાળી પહેલા એરિયર્સનો પ્રથમ હપ્તો ચૂકવાશે. હવે ST યુનિયન જાન્યુઆરી 2023થી અમલી 4% મોંઘવારી ભથ્થું ડિસેમ્બરથી આપવા મંજૂરી માગવામાં આવશે