જે મેટ્રો ટ્રેન માં એપીએમસી (વાસણા)થી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મેટ્રો યાત્રામાં 33.5 કિ.મી અંતર 65 મિનિટમાં કપાશે, જેનું ભાડું ₹ 35 રહેશે.જેનાથી અમદાવાદ અને ગાંધીનગર અપડાઉન કરતા નાગરિકો માટે મેટ્રોની મુસાફરી સુગમ બની રહેશે અને સમય અને ખર્ચની બચત થશે
ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થશે.આ રૂટમાં અમદાવાદ ગાંધીનગર વચ્ચે ના મહત્વના સ્થળો જેમ કે જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવાયા છે.
મેટ્રો રેલવેના આ બીજો તબક્કો શરૂ થવાથી અમદાવાદ અને ગાંધીનગર ( Ahmedabad and Gandhinagar ) વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા વધુ ઝડપી, સુરક્ષિત અને વાજબી બનશે.
આ ફેઝમાં મેટ્રોની કનેક્ટિવિટી મોટેરાથી ગાંધીનગર સુધી મળશે, જેમાં ફેઝનો એક કોરિડોર ગિફ્ટ સિટી સુધી જશે. આ ફેઝ 21 કિલોમીટરનો છે જેમાં શરૂઆતમાં ગાંધીનગરના આઠ સ્ટેશન પર મેટ્રો દોડશે. આવનારા સમયમાં મેટ્રો સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સુધી જશે.
સસ્તા અને કાર્યક્ષમ અર્બન પરિવહન માટે મહત્વપૂર્ણ પગલું
મેટ્રો રેલના વિસ્તરણનું એક મહત્વનું પાસું સમય અને ખર્ચની બચત છે. સમયાંતરે ટ્રાફિકમાં થતા વધારા અને મોંઘા પરિહવન સામે મેટ્રો એક વાજબી અને વિશ્વસનીય પરિવહન વિકલ્પ બની રહશે. આ મેટ્રો શરૂ થવાથી સમય અને ખર્ચની બચત થવાથી રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓ અને ગાંધીનગર અને ગિફ્ટ સિટીની આસપાસના વિસ્તારમાં કામ કરતા કર્મચારીઓ માટે મેટ્રો પરિવહન પસંદગીનો વિકલ્પ બની રહેશે. વ્યસ્ત રસ્તાઓ પર ટ્રાફિકને હળવો કરવામાં મદદ મળશે, જે પ્રદૂષણને દૂર કરવામાં મહત્વપૂર્ણ બની રહેશે.
અમદાવાદ અને ગાંધીનગર ની જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહેલા આ મેટ્રો ના પ્રોજેક્ટ પાછળ નો ખર્ચ માં AFD અને KfW જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓના ફન્ડીંગ ના સથવારે મેટ્રોના ફેઝ-2 પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹ 5,384 કરોડ છે, આ નાણાકીય જોગવાઇ નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સ્થાનિક આર્થિક વિકાસને વેગ આપવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ પણ વાંચો – ભાદરવી મહામેળો ૨૦૨૪ : લાખો માઈભક્તોની આસ્થાના અવસર ભાદરવી પૂનમ મહામેળાનો રંગેચંગે પ્રારંભ