Gujarat Board 10th Result 2024 : ધોરણ 12 વિજ્ઞાન, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ આજે જાહેર થયા બાદ હવે ધોરણ 10 બોર્ડની પરીક્ષાના પરિણામને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11 મે એ જાહેર થશે. 10 બોર્ડનું પરિણામ GSEBની વેબસાઈટ પર જોઈ શકાશે. વિગતો સવારે 8 વાગ્યે વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે. વિદ્યાર્થીઓ GSEBની વેબસાઈટ પર પરિણામ જોઈ શકશે. આ સાથે વોટ્સએપ નંબર 6357300971 પર પરિણામ મળશે. મહત્વનું છે કે, આ વર્ષે 8 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
આજે જાહેર થયું છે ધોરણ 12 વિજ્ઞાન, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ
માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલ ધો. 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ તેમજ ગુજકેટનું પરિણામ આજે ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ gseb.org પર સવારે 9 કલાકે જાહેર થવા પામ્યું હતું.
માર્ચ 2024 માં પરીક્ષા લેવામાં આવી હતી
માર્ચ-2024 માં બોર્ડ દ્વારા ધો. 12 ની વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 1.30 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ગુજકેટમાં 1.36 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ધો. 12 સામાન્ય પ્રવાહમાં 4.80 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.