દક્ષિણ મધ્ય રેલવેમાં આવેલ કાજીપેટ-બલ્હારશાહ સેક્શન માં નોન-ઇન્ટરલોકિંગ કામગીરી ના લીધે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-પુરી અને પુરી-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
3 અને 10 જાન્યુઆરી, 2024 ના રોજ ઓખાથી ઊપડતી ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ અને 7 જાન્યુઆરી, 2024 ના રોજ પુરીથી ઊપડતી ટ્રેન નંબર 20819 પુરી-ઓખા એક્સપ્રેસને આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા વિજયનગરમ, રાયગઢ, ટિટિલાગઢ, રાયપુર અને નાગપુર થઈને દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેનો નહીં જાય તેમાં ચંદ્રપુર, બલ્હારશાહ, સિરપુરકાગજનગર, મંચિર્યાલ, રામગુંડમ, વરંગલ, રાયનપાડુ, વિજયવાડા, ગુણઢલા, એલુરુ, રાજમંડ્રી, સામલકોટ, અનાકાપલ્લી અને વિશાખાપટ્ટનમનો સમાવેશ થાય છે.