- શાળાઓની મનમાની સામે સરકારનું આકરૂ વલણ
- બાળકોને નિશ્ચિત પ્રકારનાં સ્વેટર માટે શાળા સંચાલકો ફરજ નહીં પાડી શકે
- શિક્ષણ રાજ્યમંત્રીનો આદેશ વાલીઓ માટે રાહતજનક
ઠંડીની સીઝનમાં વિદ્યાર્થીઓને જે તે શાળાએ નક્કી કરેલી દુકાનથી કે પછી નક્કી કરેલ પેટર્નના સ્વેટર કે ગરમ કપડા પહેરવાની કેટલીક શાળાઓની મનમાની સામે આવી છે.. આ શાળાઓની મનમાની સામે સરકારે વાલીઓ માટે રાહત રૂપ પરિપત્ર જાહેર કરશે છે. આથી હવે આવી મનમાની ચલાવતી શાળાઓ સામે સરકારે આકરૂ વલણ અપનાવ્યું છે. કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓને નક્કી કરેલ દુકાનોથી ગણવેશના ભાગરૂપે સ્વેટર કે ગરમ કપડા ખરીદવાની ફરજ પાડતા હોવાની ફરિયાદો મળતા શિક્ષણ રાજ્યમંત્રીએ આવકારદાયક નિર્ણય જાહેર કર્યો છે. આથી હવે જે પણ શાળાઓ મનમાની કરશે અને વિદ્યાર્થીઓને ગરમ કપડા નિયત દુકાનથી કે નિયત પેટર્નના પહેરવાની ફરજ પાડશે તેમના વિરુદ્ધ કાર્યવાહીના આદેશ પણ આપી દીધા છે.
સ્વાભાવિક રીતે શિક્ષણ રાજ્યમંત્રીનો આ આદેશ વાલીઓ માટે રાહતજનક કહી શકાય છે. આજ મુદ્દે આજે જ પરિપત્ર જાહેર કરવામાં આવશે. એટલુ જ નહીં અતિશય ઠંડીના દિવસોમાં શાળાના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય જે તે જિલ્લાના શિક્ષણાધિકારીઓ લઈ શકશે.
શિયાળાની ઋતુ શરૂ થતા ની સાથે જ વિદ્યાર્થીઓને ચોક્કસ યુનિફોર્મનું સ્વેટર પહેરવા માટે કોઈપણ સ્કૂલ ફરજ પાડી શકશે નહીં. જો કોઈ શાળા ચોક્કસ કલર કે તેમના નિધર્રિીત યુનિફોર્મ પહેરવા માટે દબાણ કરશે તો તેવી સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં થઈ શકે છે.
શિયાળાની ઋતુ શરૂ થતા જ વહેલી સવારે પવન સાથે ઠંડી પડતા શાળાએ જતાં વિદ્યાર્થીઓને ગરમ વસ્ત્રો પહેરીને આવવાની છૂટ આપવા રાજકોટ જિલ્લાની તમામ શાળાઓની જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે. જેથી શાળાઓએ પણ વિદ્યાર્થી ઈચ્છે તે પ્રકારનું ઠંડીનું સ્વેટર કે જેકેટ પહેરી શકે તેવી છૂટ પણ આપવામાં આવી છે.