રાજ્ય સરકાર દ્વારા પ્રજાના હિતમાં વધુ એક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો જે અંતર્ગત દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસ સ્ટેશન મથક પર ઝાલોદ ડિવિઝનના ડીવાયએસપી ડી આર પટેલ ની ઉપસ્થિતિમાં ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી અભિયાન નો પ્રારંભ કરાયો અને તેને લઈને એક અગત્યની બેઠક યોજાઈ
જેના ભાગરૂપે ફતેપુરા પોલીસ મથકે ઝાલોદ ડિવિઝનના ડીવાયએસપી ડી આર પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં ફતેપુરા પોલીસ સ્ટેશન ના પીએસઆઇ જે બી તડવી ની હાજરીમાં તેમજ ગ્રામજનો વેપારીઓ તેમજ નાગરિકો દ્વારા ટ્રાફિકની સમસ્યા ને અનુલક્ષી અનેક પ્રશ્નોનો રજૂઆત કરવામાં આવી હતી જેમાં ઝાલોદ ડિવિઝનના ડીવાયએસપી ડી આર પટેલ તમામ પ્રશ્નો સાંભળી તેને પોલીસ તંત્ર તમારી સાથે છે
તેમજ તમોને ટ્રાફિકને લગતી તમામ મુશ્કેલીમાં પોલીસ તંત્રનો સહયોગ પૂરેપૂરો મળશે તેવી ખાતરી આપી
આ બેઠકમાં ફતેપુરા નગરના હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો વેપારીઓ તેમજ ફતેપુરા પોલીસ મથક વિસ્તારના વિવિધ ગામોના સરપંચો તેમજ સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
ઉપસ્થિત તમામ લોકોને ડીવાયએસપીએ પોલીસ વિભાગ ને લગતી કોઈ સમસ્યા કે સૂચન હોય તો બતાવવા માટે જણાવ્યું હતું.
ત્યારે ગ્રામજનોની રજૂઆતો ડીવાયએસપી અને પીએસઆઇ એ ધ્યાનપૂર્વક સાંભળી હતી અને તમામ રજૂઆતોનો યોગ્ય નિકાલ કરવા માટેની ખાતરી આપી હતી
ત્યારબાદ ડીવાયએસપીએ ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું કે
હાલમાં અકસ્માતો વધી રહ્યા છે તેમજ સરકારનો નિયમ પણ છે તે પ્રમાણે દરેક મોટરસાયકલ ચાલકે મોટર સાયકલ ચલાવતી વખતે હેલ્મેટ અવશ્ય પહેરવું જોઈએ તેમજ પોતાના નાના બાળકોને વાહન આપવું ન જોઈએ તેમજ લાઇસન્સ ધારક અને યોગ્ય ઉંમર ધરાવતા બાળકોને જ સ્કૂલે લઈ જવા માટે વાહન આપવું જોઈએ તેમજ નંબર પ્લેટ વગરની મોટરસાયકલ ન ફેરવવી જોઈએ અને કેટલાક લોકો તો નંબર હોવા છતાં પણ નંબર પ્લેટ લગાવતા નથી તેઓએ પણ પોતાની બાઈકો ઉપર નંબર પ્લેટ લગાવીને જ પોતાનું વાહન ફેરવવું જોઈએ તેમ જણાવી તેઓએ ઉપસ્થિત લોકોને અપીલ કરી હતી મોટર સાયકલ ચલાવતી વખતે હેલ્મેટ અવશ્ય પહેરવું નંબર પ્લેટ વાળી જ મોટરસાયકલ કે વાહન ચલાવવું તેમજ લાઇસન્સ હોય તો જ મોટરસાયકલ કે વાહન ચલાવવું અને નાના બાળકોને વાહનો ચલાવવા આપવા નહીં
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસ તપાસ દરમિયાન આવા નંબર પ્લેટ વગરના અને લાયસન્સ વગરના વાહનો જોવા મળશે તો તેઓ સામે કાર્યવાહી કરાશે તે જણાવ્યું હતું.