- સેમિનાર અંગે સંબોધતાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ એ જણાવ્યું
આણંદમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધરૂપે કૃષિ ક્ષેત્રને લઈને પ્રિ – વાઇબ્રન્ટ સેમિનાર યોજાશે. આ કાર્યક્રમ ‘એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટર માટે ગુજરાતની લોજિસ્ટિક સ્ટ્રેન્થનો લાભ’ વિષય પર 7 ડિસેમ્બરના રોજ યોજાશે. આ સેમિનાર સરકાર અને ખાનગી ક્ષેત્ર માટે રાજ્યની માળખાકીય અને લોજિસ્ટિકલ ક્ષમતાઓ અંગે સહયોગ અને ચર્ચા કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે.
આ સેમિનાર અંગે મીડિયાને સંબોધતાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ એ જણાવ્યું હતું કે, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટરની વિકાસયાત્રામાં ભાગીદાર બનવા રોકાણકારો અને વેપારી સમુદાયને આમંત્રિત કરવા માટે પ્રી-વાઈબ્રન્ટ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જેમાં ત્રણ અલગ અલગ વિષય પર સત્રો યોજાશે, જેમાં પ્રતિષ્ઠિત સંસ્થાના વક્તાઓ તેમના મંતવ્યો રજુ કરશે.