ગુજરાતના(Gujarat) પવિત્ર યાત્રાધામ અંબાજીમાં (Ambaji) ભાદરવી પૂનમના મેળા (Bhadarvi Poonam Fair 2024) દરમિયાન આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. જેમાં આરાસુરી માતા દેવસ્થાન ટ્રસ્ટના જણાવ્યા અનુસાર ભાદરવા સુદ-9 (નોમ) 12/09/2024 થી ભાદરવા સુદ (પુનમ) 18/09/2024 સુધી ભાદરવી પુનમ મહામેળો-2024 અંબાજી ખાતે યોજાનાર હોઈ આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે. 12/09/2022 થી ભાદરવા સુદ (પુનમ) 18/09/2022 સુધી ભાદરવી પુનમ મહામેળો-2024 અંબાજી ખાતે આરતી, દર્શન તથા રાજભોગનો સમય આ પ્રમાણે છે.
મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવનાર હોઈ તમામ ને દર્શનનો લાભ મળી રહે તેમાટે દર્શન નાં સમય માં પણ વધારો કરાયો છે. જે આરતી સવારે 07.30 કલાકે થતી હતી તેનાં બદલે અંબાજી મેળા 2024 ના સાતે દિવસ સવાર ની આરતી 06.00 થી 06.30 સુધી થશે. સવારે દર્શન 06.30 થી 11.30 કલાક સુધી. જ્યારે બપોરે દર્શન 12.30 થી સાંજ નાં 05.00 કલાક સુધી ખુલ્લા રહેશે. સાંજની આરતી 07.00 થી 07.30 સુધી અને રાત્રીનાં દર્શન સાંજે 07.30થી રાતનાં 09.00ના બદલે મોડી રાત્રીના 12.00 કલાક સુધી મંદિર ખુલ્લા રાખવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવાયો છે.
- આરતી સવારે 6.00 થી 06.30
- દર્શન સવારે 06.30 થી 11.30
- રાજભોગ 12.00
- દર્શન બપોરે 12.30 થી 17.00,
- આરતી સાંજે 19. 00 થી 19:30,
- દર્શન સાંજે 19.30 થી 24: 00 રહેશે.
- તા.19/09/2024 થી આરતી/દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે.