ગુજરાત સી એમ ભુપેન્દ્ર પટેલ Bhupendra Patel ના હાથે આજે કેન્દ્ર અને રાજ્યના કૃષિ-પશુપાલન મંત્રીઓ તેમજ અન્યોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્ર સરકાર પુરસ્કૃત 127 મોબાઈલ વેટરનરી યુનિટનું લોકાર્પણ કરાયું તથા વર્ષ 2023-24 માટે રાજ્યકક્ષાના 565 શ્રેષ્ઠ પશુપાલકોને ₹46 લાખથી વધુના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ અવસરે મુખ્યમંત્રી Bhupendra Patel ના હાથે 20 ઘનિષ્ઠ પશુ સુધારણા કેન્દ્રો અને મૈત્રી કેન્દ્રોનું ઇ-લોકાર્પણ તેમજ નવનિયુક્ત પશુચિકિત્સા અધિકારીઓ અને કામધેનુ યુનિવર્સિટીના પ્રાધ્યાપકોને નિમણૂક પત્રો આપવા ઉપરાંત ‘મૈત્રી’ કાર્યકરોને કીટનું વિતરણ પણ કરાયું
સી એમએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી Narendra Modi એ ભારતની વિકાસ પરંપરામાં પર્યાવરણ અને પશુધનના આગવા મહત્ત્વને ધ્યાને રાખીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને પશુપાલનને પ્રોત્સાહન આપ્યું છે અને પ્રકૃતિ સાથે પ્રગતિના સમન્વયની દિશા દર્શાવી છે. Purshottam Rupala,
ખેતી અને પશુપાલનને એકબીજાના પૂરક વ્યવસાય અને ગ્રામીણ અર્થતંત્રના વિકાસમાં મહત્ત્વના પરિબળો ગણાવીને મુખ્યમંત્રીએ ગુજરાત સરકારની વિવિધ પહેલ થકી રાજ્યમાં પશુપાલન ક્ષેત્રે આવેલી ક્રાંતિની રૂપરેખા આપી હતી.