- સરકારી હોસ્પિટલોમાં કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મીને કાયમી કરવામાં આવે: આપ
આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કેર કમિટી પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને એક આવેદનપત્ર સોંપ્યું હતું. જેમાં સરકારી હોસ્પિટલોમાં દર્દીને પડતી હાલાકીની વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. સાથે સાથે કોન્ટ્રાક્ટ કર્મીને કાયમી સરકારી કર્મી કરવાની પણ માંગણી કરવામાં આવી હતી. તેમજ આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે અને હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટીનો એક મહત્વપૂર્ણ ભાગ છે તો અમને સિવિલ હોસ્પિટલમાં બેસવાની સગવડ કરી આપવામાં આવે એવી માંગ પણ કરવામાં આવી હતી.
અમે દર્દીની સેવા કરી રહ્યા છીએ અને કોઈ અગવડ ના પડે તેના માટે એક બેઠક વ્યવસ્થા થાય તો ત્યાં આવતા દર્દીને અને તેમના સગાને કોઈ કામ માટે હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટીના કાર્યકરનો સંપર્ક કરી શકે એ હેતુથી બેસવાની જગ્યાની માંગણી કરીએ છીએ. જે અગાઉ પણ અગ્ર સચિવ આરોગ્ય વિભાગ તથા અમદાવાદ સિવિલ સુપ્રીટેન્ડને આવેદન આપી ઉપરોક્ત માહિતી આપી હતી તેમજ બેસવાની વ્યવસ્થા માટે કહેવામાં આવ્યું હતું. અમે એવી આશા રાખીયે કે અમને સિવિલ હોસ્પિટલમાં બેસવાની જગ્યા કરી આપવામાં આવશે.