Tharad News : સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો આ યોજનાઓના જાણકાર બને તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે આજે થરાદ Tharad તાલુકાના ગામડાઓમાં અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ Viksit Bharat Sankalp Yatra Rath નું આગમન થવાથી ગામ રથમય બન્યું હતું. ગ્રામજનો દ્વારા આનંદ ઉત્સાહ સાથે રથનું ભવ્ય સ્વાગત કરી રથને આવકાર્યો હતો.
“વિકસિત ભારત સંકલ્પ યાત્રા Viksit Bharat Sankalp Yatra ” અંતર્ગત આજરોજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી Shankarbhai Chaudhary, Speaker of the Legislative Assembly ની અધ્યક્ષતામાં થરાદ તાલુકાના હાંતાવાડા, વાંતડાઉ ,વારા ,ખારાખોડા ,બેવટા Hantawada, Wantdau, Wara, Kharakhoda, Bewta of Tharad taluk. સહિતના ગામોમાં લાભાર્થીઓ સાથે સંવાદ અને તેમને યોજનાકીય લાભો આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લાભાર્થીઓને શંકરભાઈ ચૌધરીના હસ્તે સરકારની પ્રજાલક્ષી યોજનાનો સીધો લાભ આપવામાં આવ્યો હતો.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા બનાસકાંઠા જીલ્લો
વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં થરાદ તાલુકામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ#HamaraSankalpViksitBharat#VikshitBharatSankalpYatra@ChaudhryShankar pic.twitter.com/zKy5maM4bR
— Info Banaskantha GoG (@infobanaskantha) December 22, 2023
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઇ ચૌધરી Tharad MLA Shankarbhai Chaudhary એ જણાવ્યું કે કેન્દ્રસરકાર અને રાજ્યસરકાર છેવાડાના માનવી સુધી કોઈ જાતિ ધર્મનો ભેદભાવ રાખ્યા વગર સૌનો સાથ સૌના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આ રથ દ્વારા સંકલ્પથી સિદ્ધિ સુધી દરેક નાગરીકો માટે મોદી સરકાર Modi Sarkar ની તમારા ઘર સુધી ગેરંટીવાળી ગાડી આવી છે તો આ રથની યોજનાથી કોઈ વંચિત રહી ન જાય એવી વિનંતી કરી હતી.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે બે લાખ રૂપિયા સુધી બીમારી માટે મા કાર્ડ આપ્યુ હતું. ત્યારે ઘણા બધા આરોપ લગાવતા કે આ યોજનાથી રાજ્યની તિજોરી ખાલી થઇ જશે પરંતુ “જન સેવા એજ પ્રભુ સેવા” Jan seva prabhu seva થી વરેલા મોદીસાહેબ વડાપ્રધાન Prime Minister Narendra modi બની પૂરા દેશને આયુષ્યમાન કાર્ડ ayushman card લાવી લાખો ગરીબ લોકોના જીવન સુખમય બનાવ્યા છે.
બનાસકાંઠા Banaskantha District જીલ્લામાં 50 કરોડથી વધુના ખર્ચે સૌથી મોટી અધતન હોસ્પિટલ Hospital નું ખાતમુર્હત Khatmurhat આવતા મહિને થરાદ Tharad ખાતે કરવામાં આવશે : શંકરભાઇ ચૌધરી Shankarbhai Chaudhari
વધુમાં તેમણે થરાદને વિકાસની આગવી હરોળમાં ઉભું રહે તે માટે નવી જી .આઇ .ડી .સી G.I.D.C. ની મંજૂરી તેમજ થરાદ અને આસપાસના વિસ્તાર માટે પાણીની સમસ્યાએ બહુ મોટી સમસ્યા હતી એના નિવારણ માટે રાજ્ય સરકારે 1400 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ આપી આ પંથકને હરિયાળો બનાવવા માટેનું આપણા સૌનું સપનું પૂરું કરવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. “સર્વ જન હિતાય સમભાવની “ભાવના થકી સરકાર દેશને નવી ઊંચાઈએ લઇ જવામાં પ્રતિબદ્ધ છે એમ જણાવ્યું હતું.
આ યાત્રા અન્વયે શંકરભાઇ ચૌધરીએ વારા ગામમાં પ્રાથમિક શાળાની મુલાકાત કરી બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો. દેશની સિદ્ધિઓ અને 21 મી સદી ભારતની સદી છે, એટલે ભણી ગણીને ખૂબ આગળ વધો અને દેશને નવી ઊંચાઈએ લઇ જવામાં આપનો બહુ મોટો ફાળો હશે તેવી શુભકામનાઓ આપી હતી.
આ પ્રસંગે બનાસ બેંકના ડિરેકટર શૈલષભાઈ પટેલ , બનાસકાંઠા જીલ્લાના સંગઠન ઉપપ્રમુખ રૂપસિંહભાઈ પટેલ , દાનાભાઇ માળી, પૂર્વ તાલુકા પ્રમુખ, જયકિશન જાની બનાસકાંઠા લોકસભા વિસ્તારક , પ્રવીણભાઈ માળી શહેર મહામંત્રી થરાદ , પ્રાંતઅધિકારી , મામલતદાર, જીલ્લા વહીવટીતંત્રના કર્મચારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.30 ડિસેમ્બરે એક સાથે પાંચ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવશે