ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં 17 સપ્ટેમ્બરથી સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ થશે
રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને સતત મળતો રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન છેલ્લા નવ વર્ષથી કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2024માં સેવા સેતુના દસમાં તબક્કા અંતર્ગત બનાસકાંઠા ( Banaskantha News ) જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં 17 સપ્ટેમ્બરથી શુભારંભ થવા જઈ રહ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે અને તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
સેવા સેતુ કાર્યક્રમ ( Sevasetu program 2024 ) અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ૫૧, સૂઇગામ તાલુકાના ૪૨, ધાનેરા (ગ્રામ્ય)માં ૭૭, દાંતીવાડા તાલુકાના ૫૮, ડીસા તાલુકાના ૧૧૧, કાંકરેજ તાલુકાના ૮૮, વાવ તાલુકાના ૭૯, થરાદ તાલુકાના ૧૨૪, દિયોદર તાલુકાના ૬૪, વડગામ તાલુકાના ૧૧૦, લાખણી તાલુકાના ૫૪, દાંતા તાલુકાના ૧૮૬, અમીરગઢ તાલુકાના ૬૯ અને પાલનપુર (ગ્રામ્ય)ના ૧૨૧ ગામોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.
જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો લોકોને સ્થળ ઉપર જ મળી રહે તે માટે સઘન આયોજન કરવા વિવિધ તાલુકાના પ્રાંત અધિકારીઓની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે
આ પણ વાંચો – CM ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ, ગુજરાતની વિકાસ યાત્રા આગળ વધારવામાં મહત્વપૂર્ણ ફાળો