Tejas fighter Jet: ઈન્ડિયન એરફોર્સના તેજસ ફાઈટર એરક્રાફ્ટનું ઈંધણ ઓછું હોવાને કારણે મંગળવારે સવારે સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. એરપોર્ટ ડાયરેક્ટર એસસી ભાલસેએ જણાવ્યું હતું કે સ્વદેશી વિમાનના પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી)નો સંપર્ક કર્યો હતો અને ઓછા ઈંધણને કારણે ઈમરજન્સી લેન્ડિંગની વિનંતી કરી હતી.
સુરત એરપોર્ટ નજીકમાં હોવાથી પાયલોટે ઈમરજન્સી લેન્ડિંગ માટે અમારો સંપર્ક કર્યો. પ્લેન સવારે 10:18 વાગ્યે સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાતના ડિફેન્સ પીઆરઓએ હજુ સુધી આ અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.