TDO transfer News: ગુજરાત રાજ્ય ના પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના 26 તાલુકા વિકાસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત વિકાસ સેવા, Gujarat વર્ગ-2 ના અધિકારી સંવર્ગમાં ફરજ બજાવતા અધિકારીઓની તાત્કાલિક અસરથી વહીવટી હિતમાં બદલી કરી અન્ય સ્થળે નિમણૂંક આપવામાં આવી છે.
જેમાં બનાસકાંઠા banaskantha જિલ્લાના ડીસા Deesa તાલુકા વિકાસ અધિકારી તરીકે વિરપુર થી જયકુમાર ભરતભાઈ ચૌધરી મૂકાયા છે. જયારે ડીસા ના તાલુકા વિકાસ અધિકારી, ચિંતનકુમાર પ્રવિણચંદ્ર પટેલ ને ભિલોડા bhiloda તાલુકા વિકાસ અધિકારી તરીકે મૂકવામાં આવેલ છે.
ધાનેરા તાલુકા વિકાસ અધિકારી તરીકે વલસાડ Valsad થી મહેન્દ્રકુમાર ઘેમરભાઈ ચૌધરી મૂકવામાં આવેલ છે. જયારે ધાનેરા dhanera ના તાલુકા વિકાસ અધિકારી રાજેશ બાબુલાલ ધનગર ને વલસાડ મૂકવામાં આવેલ છે.
દિયોદર deodar તાલુકા પંચાયત માં તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા તિરેનભાઈ પ્રવીણભાઈ લાડોલાની વાવ vav તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી થવા પામી છે. જોકે લાડોલા એ દિયોદર ના ઇન્ચાર્જ ટીડીઓ તરીકે ચાર્જ માં રહેતા લાડોલા ની બદલી માં તાલુકાના સત્તાધારી પક્ષ ના પદાધિકારીઓ, જવાબદારોને વિશ્ર્વાસ માં લીધા વિના રાજ્યના એક આગેવાન દ્વારા કરવામાં આવેલ બદલીનો ઉહાપોહ સમી ગયેલ.
ત્યારબાદ એકાદ મહિના માટે આઇ.એસ IS અધિકારી ચાર્જ કમ ટ્રેનિંગ માં આવતાં બદલી વિસારે પડી…આઇ.એસની મુદત પૂર્ણ થતાં બે દિવસ ઇન્ચાર્જ ટીડીઓ TDO તરીકે શામળભાઇ પટેલ આવેલ કે જેઓ થોડા સમય પહેલાં દિયોદર માં મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તરીકે સેવા ઓ આપી તાલુકા વિકાસ અધિકારી તરીકે બઢતી મેળવી માંડવી તાલુકા વિકાસ અધિકારી ફરજ બજાવેલ. જેઓનો ગતરોજ દિયોદર તાલુકા વિકાસ અધિકારી તરીકે તેમનો આડૅર થવા પામેલ.
દિયોદર તાલુકા વિકાસ અધિકારી તરીકે મૂકાયેલા શામળભાઇ પટેલ આ પંથકના અનુભવી છે.પ્રજા સાથે ઘરાબો ધરાવે છે.અને અને ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ અને થરાદ tharad ના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી shankarbhai chaudhari ના મતવિસ્તારમાંથી આવતા એક કાબેલ અધિકારી તરીકે છાપ ધરાવે છે.
જોકે તેમની નિમણૂક માં દિયોદર તાલુકાના ભાજપ ના આગેવાનો અંધારામાં રાખવામાં આવ્યા હોવાને
લઈ ને લોકો તરેહ..તરહ ની ચચૉઓ કરી રહ્યા છે.
બદલી કરાયેલા તાલુકા વિકાસ અધિકારીશ્રી ઓની યાદી…