તપસ્વી આર્ટ્સ કૉલેજ, દિયોદર દ્વારા અંબાજીના માર્ગો પર “સ્વચ્છતા હી સેવા”(SHS) અંતર્ગત સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું
હેમ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા ભાદરવી પૂનમના મહામેળામાં મહા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે દિયોદર ખાતે આવેલ તપસ્વી આર્ટ્સ કોલેજમાં ચાલતા રાષ્ટ્રીય સેવા યોજના NSS એકમ દ્વારા રતનપુર થી દાનાપુરા સુધીના માર્ગ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ મહા સ્વચ્છતા અભિયાનની કામગીરી ની આર. આઈ.શેખે (એડિશનલ કલેક્ટર ) મુલાકાત લઈ આ કામગીરી ને બિરદાવી હતી.
મહા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ માં કોલેજના આચાર્ય શામળભાઈ નાઈ, NSS પ્રોગ્રામ ઓફિસર તેજપુરી ગૌસ્વામી, તેમજ રાષ્ટ્રીય સેવા યોજના ના 60 જેટલા સ્વયં સેવકો જોડાઈ કામગીરીને સફળ બનાવી હતી