Banaskantha News :બનાસકાંઠાના ડીસામાંથી શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ડીસામાંથી શંકાસ્પદ ઘી બનાવતી બે ફેક્ટરી ઝડપાઈ છે. અંદાજે 9 લાખથી વધુની કિંમતનુ શંકાસ્પદ ધીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર State Govt સતત પ્રયત્નશીલ અને કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે.જેના ભાગરૂપે બનાસકાંઠાના ડીસા Disa, Banaskanthaખાતેથી શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પકડી પાડીને રૂ. ૯.૫૦ લાખની અંદાજીત કિંમતનું શંકાસ્પદ ઘી Suspicious ghee અને એડલટ્રન્ટનો વનસ્પતી ઘી આશરે ૩૨૦૦ કિગ્રા જથ્થો જપ્ત કરાયો છે.
કોશિયાએ ઉમેર્યું કે, પાલનપુરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને જીલ્લા પોલીસ તંત્રને બનાસકાંઠા Banaskantha District Police ખાતે ઘીમાં ભેળસેળ કરવામાં આવે છે તેવી મળેલ બાતમી મળી હતી જેના આધારે રેડ કરવામાં આવી હતી. જેમાં મે. શ્રી પદમનાથ ફુડ પ્રોડકટસ, પી.એન. ઇન્ડસ્ટ્રીઝ પાર્ક, રેલવે ફાટક પાસે, ડીસા, પાલનપુર ખાતે પેઢીના માલિક લોમેશ યોગેશભાઈ લીંબુવાલા Lomesh Yogeshbhai Limbuwalaની હાજરીમાં શંકાસ્પદ ઘી નો એક નમુનો લેવાયો હતો. જયારે અંદાજીત રૂ. ૧.૬૨ લાખની કિંમતનો બાકીનો ૪૫૦ કિગ્રા જથ્થો સ્થળ ઉપર જપ્ત કરવામાં આવ્યો છે .
આ ઉપરાંત ડીસા, બનાસકાંઠા ખાતે આવેલ બીજી પેઢી મે. ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ Krishna Industries, રેલવે સ્ટેશન રોડ, ડીસા, બનાસકાંઠા ખાતે તપાસ કરતા સ્થળ ઉપર શંકાસ્પદ ઘી અને એડલટ્રન્ટ તરીકે વનસ્પતિ ઘી મળી આવતા પેઢી ના માલિક શ્રી ઠક્કર દિનેશભાઈ Thakkar Dineshbhai ની હાજરી માં શંકાસ્પદ ઘી ના પાંચ નમુના લેવામા આવ્યા છે
અને બાકીનો અંદાજીત કિંમત રુ. ૫.૫૦ લાખની કિંમતનો આશરે ૧૩૫૦ કિ. ગ્રા. ઘી નો જથ્થો અને એડલટ્રન્ટ તરીકે વનસ્પતિ ઘી ના બે નમુના લેવામાં આવ્યા જયારે બાકીનો આશરે અંદાજીત કિંમત રૂ. ૨.૫૦ લાખ કિંમતનો ૧૪૦૦ કિગ્રા જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે,આ બે રેડમાં ઘી અને વનસ્પતીના કુલ આઠ નમુનાઓ લેવામા આવ્યા છે જેમા અંદાજીત રૂ. ૯.૫૦ લાખની કિંમતનો બાકીનો કુલ આશરે ૩૨૦૦ કિ. ગ્રા. જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામા આવ્યો છે.
Covid-19 : દેશમાં કોવિડ-19 કેસમાં થયેલા વધારા અને JN.1 વેરિઅન્ટના પ્રથમ કેસ
ચીનમા મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં પણ આવી