Surat : સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરત શહેર દેશમાં પ્રથમ ક્રમે આવવા પામ્યું છે. સર્વેક્ષણમાં સુરત શહેરને 200 માંથી 194 માર્ક્સ મળ્યા છે. એર ક્વોલિટી માટે સુરત મહાનગર પાલિકાની પ્રશંસનીય કામગીરી કરી છે. ત્યારે બાંધકામ માટે ગાઈડ લાઈન અને ડિમોલેશનની કડક કામગીરીની અસર જોવા મળી રહી છે. સ્વચ્છતા વાયુનાં હેતુ સાથે તંત્રએ વિવિધ વિભાગો સાથે રાખી ચોક્કસ કામગીરી કરી છે.
2023-24 માં PM10 ના રજકણોમાં 12.71 % નો નોંધપાત્ર ઘટાડો
સુરત શહેર સૌથી ઝડપી વિકસિત થતા શહેર હોવા ઉપરાંત વર્ષ 2023-24 માં PM10 ના રજકણોમાં 12.71 % નો નોંધપાત્ર ઘટાડો કરવામાં સફળ રહ્યું છે. ગત વર્ષ 2023માં યોજાયેલા ‘સ્વચ્છ વાયુ સુર્વેક્ષણ’માં સુરત શહેરને 13મો ક્રમાંક મળ્યો હતો અને ઇન્દોર પ્રથમ ક્રમે હતું. 2023માં સુરત મહાનગરપાલિકાએ ખૂટતી સુવિધાઓ, પગલાઓ અને ત્રુટિઓના નિવારણ જેવી સઘન કામગીરી હાથ ધરીને આ વર્ષે મોટી છલાંગ લગાવી નિયત કુલ 200માંથી 194 ગુણ મેળવી સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.
ભારતના શહેરોમાં હવાની ગુણવત્તામાં સુધારો કરવા માટે નોન-એટેન્મેન્ટ શહેરોના પ્રયાસોને મૂલ્યાંકન કરવા અને હવાના રજકણોમાં 30 ટકા ઘટાડાના લક્ષ્યાંક સાથે કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ વાયુ સર્વેક્ષણની પહેલ શરૂ કરવામાં આવી હતી. શહેરોનું મુલ્યાંકન મુખ્યત્વે આઠ પરિબળોને આધારે થાય છે. જેમાં ઘનકચરાનું વ્યવસ્થાપન, રોડ ડસ્ટ, બાંધકામ અને ડિમોલીશન કચરામાંથી ઉત્પન્ન થતી ધૂળ, વાહનોનું ઉત્સર્જન, ઔદ્યોગિક ઉત્સર્જન, જનજાગૃતિના કાર્યક્રમો અને હવાની ગુણવત્તામાં સુધારો જેવા પરિમાણો સામેલ છે. ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકાએ પાંચ વર્ષના સમયમાં હવાની ગુણવત્તા સુધારવા માટે 5000 કરોડના અનેક પ્રોજેક્ટ્સ બનાવ્યા હતા, જેમાં મિકેનીકલ સ્વીપર મારફતે રસ્તા પરની વાર્ષિક ધોરણે 4200 મેટ્રિક ટન ધૂળને દૂર કરવાની કામગીરી, તમામ ઘરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે 35 ટકા ઈ-વ્હીકલનો ઉપયોગ કરી કાર્બન ડાયોકસાઈડના ઉત્સર્જનમાં 7000 મેટ્રિક ટનનો વાર્ષિક ઘટાડો કરાયો છે.
આ સ્વરક્ષણના 200 માર્કમાંથી 194 નું માર્ગ મેળવી સુરત જે રીતે પ્રથમ આવ્યું છે. તેને લઈને સુરતના લોકો સાથે મહાનગરપાલિકા ના કર્મચારીઓમાં પણ હર્ષનું મોજુ પડી ગયું છે. આ સિદ્ધિ મેળવવામાં સુરતના લોકો સૌથી આગળ છે. કારણ કે સુરતના લોકો એક્ટિવ થઈ સુરતના લોકોએ સહકાર આપ્યો છે. તેને લઈને એક સમયે ગંદુ ગણાતુ સુરત શહેર સ્વચ્છતામાં તો આગળ નીકળી ગયું હતું. પણ 2024 ના સ્વચ્છ વાયુ સ્વરક્ષણ કાર્યક્રમમાં પણ સુરતના લોકોને લઈ દેશભરમાં સુરત શહેર પોતાનું ગૌરવ વધાર્યું છે. જોકે સુરત શહેર દેશભરમાં પોતાના ડાયમંડ ઉદ્યોગ ટેક્સટાઇલ ઉદ્યોગ બ્રિજ સિટી સ્વચ્છ સિટી અને આવે સ્વચ્છ વાયુ સીટી તરીકે પણ સિદ્ધિ મેળવી છે. તેને લઈને શહેરના મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા શહેરના લોકો સાથે વહીવટી ટીમ અને મહાનગરપાલિકાના નાણાથી લઈ તમામ મોટા કર્મચારીઓ અને અધિકારીઓને આ સિદ્ધિ માટે આભાર વ્યક્ત કર્યો છે.
#Surat has achieved a remarkable feat by securing the top position in the Vayu Survekshan 2024 rankings for cities with a population exceeding 1 million.
This accolade highlights Surat's outstanding commitment to improving air quality and environmental sustainability. pic.twitter.com/Iu2RTfg7Z2
— Harsh Sanghavi (@sanghaviharsh) September 3, 2024
આ પણ વાંચો – Gujarat Weather: હજુ મેઘરાજા સટાસટી બોલાવશે, આગામી 48 કલાકમાં મેઘતાંડવનો ભય આ જિલ્લાઓમાં અપાયુ રેડ એલર્ટ