Gujarat News: દિયોદર વિસ્તાર માં વારંવાર અકસ્માતો ની હાળમાળા સર્જાઇ રહી છે.
જેમાં દિયોદર ટ્રાફિક પોલીસ જાણે હાઇવે ઉપર ઉઘરાણું કરવા જ મૂકાઈ હોય તેમ મહીનો બદલાય ગાડીઓ લઇ સાંજ સુધી ઉઘરાણી કરવાની પ્રજા નું જે થવું હોય તે થાય…સાંજ પડે ને કેટલી રોકડીયા વિર ની જય બોલાણી..
આજે જે ઘટના બની છે એ તમારા રુંવાટા ઊભા કરી દેશે, દિયોદર તાલુકાના રાંટીલા ગામના વતની અને 3 -3 દિકરીઓના પિતા એવા 33 વર્ષીય યુવાન નું એક માર્ગ અકસ્માત માં દુખદ મોત થયું છે.
આવી ભયાનક અને કાળજા કંપાવનાર ની ઘટનાઓ દિયોદર વિસ્તારમાં અવારનવાર થતી હોય છે અને કેટલાય પરિવારો આનો ભોગ બની રહ્યા છે.
વારંવાર અકસ્માત ના કેન્દ્ર બિંદુ સમાન દિયોદર જેતડા ચોકડી નજીક એક બાઈક અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી. જેમને 108 દ્વારા દિયોદર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં પ્રાથમિક સારવાર આપી વધારે ઇજા હોઇ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા જયાં સારવાર દરમિયાન બાઇક ચાલક નું મોત થયું હતું.
આમ આ ઘટના માં રાંટીલા ગામના વતની અને રાંટીલા પ્રાથમિક શાળામાં છેલ્લા પાંચ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ સુબાભાઈ રાજપુત ( ઉ.વ૩૩) નું કરૂણ મોત નિપજયું હતું.
ત્રણ પુત્રીઓ ના પિતા ની આમ અચાનક વિદાય થતાં રાજપૂત પરિવાર ઉપર આફતના વાદળો ઘેરાયા છે.
શિક્ષક પરિવાર ના સદસ્ય નો આવો ભયાનક બનાવ બનતાં દિયોદર તાલુકાના શિક્ષકોમાં શોકની લાગણી વ્યાપી છે. મોટી સંખ્યામાં શિક્ષક ગણ દિયોદર રેફરલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
રાંટીલા ગામમાં સ્વર્ગીયની સ્મશાન યાત્રા માં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને પરિવાર ને સાંત્વના આપવાનો પ્રયત્ન કરેલ.