ગુજરાતમાં હાલ નવલા નોરતાની ધૂમ છે અને લોકો માતાજીની આરાધના કરી રહ્યા છે. નવરાત્રીમાં કન્યા પૂજનનું પણ વિશેષ મહત્વ રહ્યું છે પરંતુ જામનગરમાં એક કન્યાની તેના જ મોટા ભાઈ અને બહેને મળીને હત્યા કરી નાંખી. હૈયું હચમચાવી મૂકી તેવી આ કરપીણ હત્યાના કેસમાં 15 વર્ષની ફૂલ જેવી બાળકીનો જીવ લીધો
આજના ટેકનોલોજી યુગમાં પણ અંધશ્રદ્ધાથી પીડિત માણસો હજુ પણ કોઈનો જીવ લેતા અચકાતા નથી. આવા એક નહીં પરંતુ અનેક કિસ્સાઓ અવાર નવાર સામે આવતા હોય છે ત્યારે આવા વધુ એક બનાવે એક નિર્દોષનો જીવ લીધો છે.
જામનગરની ધ્રોલની સીમમાં શ્રમિક પરિવાર રહેતો હતો, નવરાત્રી શરૂ થતાં જ પરિવારે માતાજીના નામે ધૂણવાનું શરૂ કર્યું. મોટી બહેન સવિતા તડવીએ ધૂણતા ધૂણતા જણાવ્યું કે તેની નાની બહેન જ અપશુકનિયાળ છે અને તેના કારણે જ ઘરમાં સમસ્યાઓ સામે આવી રહી છે.
રાકેશ તડવી અને સવિતા તડવી બંને ભાઈ બહેનોના માથે જાણે રાક્ષસ અને પિશાચ ચડી ગયા હોય તેમ એમણે નાની બહેનને નિર્વસ્ત્ર કરી. પોતાની જ સગી નાની બહેન પર ભાઈએ છરીના ઘા માર્યા, બહેન પણ પાછળ ન રહી અને લાકડાના ઘા મારતી રહી. 15 વર્ષની કિશોરી પોતાના જીવ માટે બૂમો પાડતી રહી પણ કોઈ જ બચાવવા માટે આવ્યું નહીં.
આખરે તડપી તડપી આ 15 વર્ષીય દીકરીનું મૃત્યુ થયું આ કંપારી છૂટી જાય તેવી ઘટના બાદ પણ આ નરાધમ ભાઈ-બહેને પોતાની સગી નાની બહેની હત્યા બાદ તેના મૃતદેહ ને ૨૪ કલાક રૂમમાં મૂકી રાખ્યો. બાદ માં વાડી ના માલિક ને આ ઘટના ની જાણ થતાં તેના દ્વારા પોલીસ બોલાવવામાં આવી અને પોલીસ દ્વારા આ નરાધમ હત્યારા ઓની ધરપકડ કરવામાં આવી