આગામી સમયમાં બનાસકાંઠા Banaskantha વિસ્તાર માં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ યોજાનાર છે જેમાં રાજકીય પક્ષોના વિવિધ ઉમેદવારો માટે રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા તા.૧૬ નવેમ્બર ૨૦૨૪ના પત્રથી એક મોટી જાહેરાત કરવામાં આવી છે
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં ઉમેદવારી નોંધાવવા ઈચ્છતા ઉમેદવારો ને ઉમેદવારી સમયે જાતિ પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. જ્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ sthanik swarajya sanstha ની ચૂંટણીઓમાં Election ઉમેદવારી નોંધાવવાનો સમયગાળો મર્યાદિત હોય છે.
જેને લઈને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ માટે અનુસૂચિત આદિજાતિના વર્ગોના વ્યક્તિઓને અગાઉથી પ્રમાણપત્ર કાઢી આપવા તથા ખરાઈ પ્રમાણપત્ર મેળવી લેવા માહિતગાર કરવા રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા તા.૧૬ નવેમ્બર ૨૦૨૪ના પત્રથી જણાવેલ છે.
જે બાબતે ગુજરાત અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ અને અન્ય પછાત વર્ગ (જાતિ પ્રમાણપત્ર Caste Certificate કાઢી આપવા અને તેની ખરાઈ કરવાનું નિયમન કરવા) બાબત અધિનિયમ, ૨૦૧૮ હેઠળ બનાવવામાં આવેલ ગુજરાત અનુસૂચિત આદિજાતિ (પ્રમાણપત્ર કાઢી આપવાનું અને તેની ખરાઈ કરવાનું નિયમન કરવા) બાબત નિયમો – ૨૦૨૦ થી ઠરાવેલ નિયમોથી અનુસૂચિત આદિજાતિના પ્રમાણપત્ર Certificate કાઢી આપવા તથા તેની ખરાઈ કરવાની કાર્યરીતિ નક્કી કરવામાં આવેલ છે.
આ માટે રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ઉમેદવારો અગાઉથી પ્રમાણપત્ર મેળવી શકે તે હેતુસર બનાસકાંઠા જિલ્લાના તમામ રાજકીય પક્ષોના સંભવિત ઉમેદવારો માટે આ કાર્ય પદ્ધતિ ની જાહેરાત કરાઇ છે
આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓમાં રાજકીય પક્ષોના ઉમેદવારો અગાઉથી પ્રમાણપત્ર (ચકાસણી સમિતિના ખરાઈ પ્રમાણપત્ર સહિત) મેળવી શકે તે હેતુસર બનાસકાંઠા જિલ્લાના તમામ રાજકીય પક્ષોના જિલ્લા/તાલુકા પ્રમુખોને તેઓના સંભવિત ઉમેદવારોના તેમજ અન્ય સંભવિત ઉમેદવારોના આદિજાતિના પ્રમાણપત્રોની ખરાઈ ગુજરાત અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ અને અન્ય પછાત વર્ગ (જાતિ પ્રમાણપત્ર કાઢી આપવા અને તેની ખરાઈ કરવાનું નિયમન કરવા) બાબત અધિનિયમ, ૨૦૧૮ હેઠળ બનાવવામાં આવેલ ગુજરાત અનુસૂચિત આદિજાતિ (પ્રમાણપત્ર કાઢી આપવાનું અને તેની ખરાઈ કરવાનું નિયમન કરવા) બાબત નિયમો-૨૦૨૦ થી ઠરાવેલ નિયમોથી થયેલ જોગવાઈઓ મુજબ ચકાસણી સમિતિ દ્વારા અગાઉથી જ ખરાઈ પ્રમાણપત્ર મેળવી લેવા અંગે જણાવેલ છે.
સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં ઉમેદવારો ને મુશ્કેલી ના પડે તે માટે યોગ્ય કાર્ય પદ્ધતિ જાહેર કરવામાં આવી. sthanik swarajya sanstha
ઉપર જણાવ્યા મુજબ ચકાસણી સમિતિ સમક્ષ જાતિ પ્રમાણપત્રની ખરાઈ કરવામાં વધુ સમય લાગે છે. જેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં જાતિ પ્રમાણપત્ર Caste Certificate (ચકાસણી સમિતિના ખરાઈ પ્રમાણપત્ર સહિત) ઉમેદવારી ફોર્મ ભરવાની નિયત સમયમર્યાદામાં રજૂ કરવામાં ઉમેદવારોને મુશ્કેલી ઉપસ્થિત ન થાય તે માટે અગાઉથી જ ખરાઈ પ્રમાણપત્ર મેળવી લેવા અંગે સબંધિતોએ નોંધ લેવા બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી બનાસકાંઠા, પાલનપુર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
અનુસૂચિત આદિજાતિના વર્ગોના વ્યક્તિઓએ અગાઉથી જાતિ પ્રમાણપત્ર મેળવવાનું રહેશે
બનાસકાંઠા જિલ્લાના માન્ય/અમાન્ય તમામ રાજકીય પક્ષો Political parties ના જિલ્લા/તાલુકા પ્રમુખોને તેઓના સંભવિત ઉમેદવારોના તેમજ અન્ય સંભવિત ઉમેદવારોના ખરાઈ પ્રમાણપત્ર મેળવી લેવાના રહેશે.