- મેડિકલ OPDમાં દર્દીને નીચે બેસાડવામાં આવે છે, વિનોદ પરમાર
આજે આમ આદમી પાર્ટી હોસ્પિટલ કેર કમિટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમારે પોતાની ટીમ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં OPDની ઓચિંતી મુલાકાત લીધ. જેમાં હાજર PROને સાથે રાખી લેબ રૂમ, OPD લોબી અને અન્ય OPD વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે જોવા મળ્યું કે મેડિકલ OPDમાં દર્દીને નીચે બેસાડવામાં આવે છે.
આ જોઈ ત્યાં હાજર સ્ટાફ સાથે વાત કરતા જાણવા મળ્યું કે વર્ષોથી આમ જ બેસાડવામાં આવે છે. ત્યારબાદ બાંકડાની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે. ત્યારે સવાલ એ થાય કે આમાં પગની તકલીફવાળા દર્દી નીચે કેવી રીતે બેસી શકે?
એશિયાની નંબર વન કહેવાતી સિવિલ હોસ્પિટલમાં આવી વ્યવસ્થા સિસ્ટમની ચાડી ખાય છે, ફોટા કે વિડિઓ લેવા માટે ઉપરથી પરમિશન લેવાનુ કેહવામાં આવે છે, કારણ કે કોઈ પોલ ખુલી ના પાડી દે તેવો ડર પ્રશાસનને છે. માટે હજી હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટીને સિવિલ હોસ્પિટલમાં કોઈ જગ્યાએ બેસવાની જગ્યા આપી નથી. આ માટે ઘણી રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે