ગુજરાતમાં હવે હાર્ટએટેકથી ડર લાગી રહ્યો છે. ગુજરાતીઓ માટે હાર્ટએટેક હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ એટેકના ઉત્તરોત્તર કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ આરોગ્ય વિભાગનું તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. ત્યારે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો અટકવાનું નામ લઈ રહ્યો નથી.
આવામાં બનાસકાંઠા Banaskantha ના પાલનપુર Palanpur થી વધુ એક કિસ્સો સામે આવી રહ્યો છે કલેક્ટર Collector કચેરીમાં સ્ટેમ્પ ડયુટી નાયબ કલેકટર તરીકે ફરજ બજાવતા એફ.એ બાબીનું મોત થયું છે પોતાના ઘરે જ તબિયત લથડયા બાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જોકે કલેકટર બાબીનું સારવાર દરમયાન મોત નીપજ્યું હતું પોતાના સારા અને મિલનસાર સ્વભાવના કારણે અકાળે નિધન થતા સરકારી કચેરીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ છે …