Gujarat Board 12th Result 2024 : ધો. 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થવા પામ્યું હતું. જેમાં ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ જાહેર થવા પામ્યું હતું. વિજ્ઞાન પ્રવાહમાં કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 97.97 ટકા પરિણામ જાહેર થવા પામ્યું હતું. વિજ્ઞાન પ્રવાહમાં બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું 47.98 ટકા પરિણામ જાહેર થવા પામ્યું હતું. જ્યારે વિત્રાન પ્રવાહમાં મોરબી જીલ્લાનું સૌથી વધુ 92.80 ટકા પરિણામ જાહેર થવા પામ્યું હતું. વિજ્ઞાન પ્રવાહમાં છોટા ઉદેપુર જીલ્લાનું સૌથી ઓછું પરિણામ 51.36 ટકા જાહેર થવા પામ્યું હતું.
ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર
ધો. 12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ જાહેર થવા પામ્યું હતું. સામાન્ય પ્રવાહમાં ગાંધીનગરનાં છાલા કેન્દ્રનું સૌથી વધુ 99.61 ટકા પરિણામ જાહેર થવા પામ્યું છે. સામાન્ય પ્રવાહમાં ખાવડા કેન્દ્રનું સૌથી ઓછું. 51.11 ટકા પરિણામ જાહેર થયું હતું. સામાન્ય પ્રવાહમાં બોટાદ જીલ્લાનું સૌથી વધુ 96.40 ટકા પરિણામ જાહેર થવા પામ્યું છે. સામાન્ય પ્રવાહમાં જૂનાગઢ જીલ્લાનું સૌથી ઓછું 94.81 ટકા પરિણામ જાહેર થયું હતું. સામાન્ય પ્રવાહમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળા 1609 છે.
શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર સવારના 9.00 કલાકે જાહેર
વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકશો. જેના માટે 6357300971 પર બેઠક ક્રમાંક લખીને મોકલવાનું રહેશે, જ્યાં તમે પરિણામ જોઈ શકશો. વિદ્યાર્થીઓએ પરીક્ષાની માર્કશીટ મેળવવા માટે ક્યા સમયે જવું તે અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવશે, ઉપરાંત પેપરના રિએસએસમેન્ટ માટેની તારીખ પણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે
જાણો કઈ રીતે ઓનલાઇન પરિણામ મેળવશો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જવાનું રહેશે.
વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) Enter કરી મેળવી શકશે.
વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.
ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચે યોજવામાં આવી હતી. પરીક્ષા 26 માર્ચ સુધી ચાલી હતી. કુલ 6,30,352 વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. જેમા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,32,073, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,98,279 વિદ્યાર્થીઓ હતા. તો ગુજકેટ માટે 1,37,700 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.