Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના દિયોદર ગામ માં આવેલ રામાપીર વિસ્તાર માં બની છે એવી કરપીણ ઘટના કે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે.
4 દિવસના પતિ- પત્ની ના અણબનાવ નો આવ્યો કરુણ અંજામ 4 દીકરીઓ અને 1 પુત્ર ના સુખી સંસાર માં લાગી આગ.વાત વિગતે જાણીએ તો બનાસકાંઠા જિલ્લા ના કલ્યાણપુરા ગામ ના વતની એવા જામાભાઈ પાંચાભાઈ ચૌહાણ ના લગ્ન આજથી 30 વર્ષ પહેલા દિયોદર ના રામાપીર વિસ્તાર માં રહેતા પરિવાર માં થયા હતા અને તેમના સુખી લગ્ન જીવન માં 4 દીકરીઓ અને 1 દીકરો હતા.
છેલ્લા કેટલાક સમય થી પતિ- પત્ની વચ્ચે નાની મોટી રકઝક ચાલી રહી હતી જેના પરિણામે જામાભાઈ ના પત્ની તેમના પિયર દિયોદર આવેલ હતા.આ બાબતને મનમાં રાખી તેનો બદલો લેવા ની ગણતરીએ જામાભાઈ પાંચાભાઈ ચૌહાણ ગત રોજ મોડી રાત્રે તેમના દિયોદર ખાતે આવેલા સસરા ના ઘરમાં દીવાલ કુદી ને ઘૂસી ગયા અને ત્યાં સૂતેલા 5 જણા પૈકી તેમના સાસુ ફુલીબેન ની તિક્ષણ હથિયાર વડે કરપીણ હત્યા કરેલ.
આ બાબત ની વહેલી સવારે પરિવારજનોને જાણ થતાં દિયોદર પોલીસને જાણ કરવામાં આવી અને દિયોદર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પંચનામું કરી મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે રવાના કરેલ અને સત્વરે આરોપી ઝડપાય તે માટે પ્રયત્નો હાથ ધરેલ.જોકે આ સમાચાર દિયોદર વિસ્તાર માં ફેલાતા દિયોદર વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામેલ