ગુજરાતમાં શિયાળાની શરૂઆતમાં જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ સાથે ભારે પવન જોવા મળી રહ્યો છે. જેના કારણે ભારે નુકસાનીના પણ સમાચાર સામે આવ્યા હતા.
હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ 27 નવેમ્બરની સાંજ સુધી માવઠાની સંભાવના જણાવી છે. ત્યારે રાજ્યભરમાં એક જ દિવસમાં ભારે પવન અને વરસાદને કારણે 14 લોકોના મોત થયા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ-મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલને કારણે વાતાવરણમાં જોરદાર ઠંડક વ્યાપી છે. એક જ દિવસમાં પાર નીચે ગબડી પડ્યો હતો.
રાજકોટ, બનાસકાંઠા, મોરબી, નવસારીમાં બરફના કરા પણ પડ્યા હતા. unseasonal rain આ સાથે જ, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં ભારે પવનને કારણે કરોડો રૂપિયાનું નુકસાન પણ થયું છે. ગુજરાતમાં વીજળી પડવાની પણ અનેક ઘટનાઓ સામે આવી છે.
રાજ્યમાં weather દિવસ દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાં વીજળી પડવાના કારણે અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયાની માહિતી સામે આવી છે. જેમાં દાહોદમાં સૌથી વધુ 3 અને ભરૂચમાં 2 વ્યક્તિઓના વીજળી પડવાથી મોત થયા છે. આ ઉપરાંત, અમદાવાદ, સાબરકાંઠા, ખેડા , પંચમહાલ, બોટાદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને અમરેલીમાં વીજળી પડવાથી 1-1 મોત નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં અનેક પશુઓના પણ મોત નીપજ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે.
Read More : ગુજરાતમાં કાશ્મીર જેવું દ્રશ્ય, કમોસમી વરસાદ સાથે ભારે કરા, IMDએ ત્રણ દિવસ માટે એલર્ટ