વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે તેઓ ગાંધીનગર ખાતે મહાત્મા મંદીર ખાતે મહત્વની બેઠકો કરશે અને સવારે 9.30 વાગ્યાથી દ્વિપક્ષીય બેઠકોનું આયોજન કરશે. પીએમ મોદી આજે પાંચ ગ્લોબલ સીઈઓ સાથે બેઠક કરશે જેમાં ગુજરાતમાં રોકણ બાબતે પીએમ મોદી તેમની સાથે ચર્ચા કરશે અને તીમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ જોસ રામોસ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે તો મોઝામ્બિકનાં રાષ્ટ્રપતિ સાથે દ્વિરક્ષીય બેઠક કરશે.
ભારતનાં સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શો નો વડાપ્રધાન મોદી પ્રારંભ કરાવશે. ટ્રેડ શો માં યુએસ. જાપાન ઓસ્ટ્રેલિયા સહિત તમામ દેશો હાજર રહેશે. આ શો માં આત્મ નિર્ભર ગુજરાત માટે વિશેષ પેવેલિયન તેમજ ટ્રેડ શો માં સૌથી મોટી જગ્યા જાપાન જેટરોની છે. આ ટ્રેડ શોમાં 20 દેશોનાં સ્ટોલ અને પ્રદર્શન યોજાવાના છે.
પીએમ મોદી આજો 5 ગ્લોબલ કંપનીઓના સીઈઓ સાથે બેઠક પણ કરશે. મહાત્મા મંદિર ખાતે સીઈઓ સાથે બેઠકનું આયોજન કરાયું છે. તેમજ બપોરે હેલિપેડ ગ્રાઉન્ડ પર ગ્લોબલ ટ્રેડ શો ની શરૂઆત કરશે. જ્યારે સાંજે અમદાવાદ એરપોર્ટ પર UAEના રાષ્ટ્રપતિનું સ્વાગત કરશે. યુએઈના રાષ્ટ્રપતિ શેખ મહોમ્મદ બિન ઝયેદ અલ નહ્યાન અમદાવાદ આવશે. યુએઈનાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદી એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધી રોડ શો કરશે.
તેમજ ગાંધીનગરની હોટલ લીલામાં સાંજે દ્વિપક્ષીય બેઠક યોજાશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુએઈનાં રાષ્ટ્રપતિની હાજરીમાં વિશેષ એમઓયુ થશે. રાત્રે હોટલ લીલામાં યુએઈનાં રાષ્ટ્રપતિ સાથે ડિનર ડિપ્લોમસીનું આયોજન કરાશે. પીએમ મોદી આવતીકાલે વાયબ્રન્ટ સમિટની શરૂઆત કરાવશે. તેમજ સમિટનાં ઉદ્ઘાટન બાદ દ્વિપક્ષીય બેઠકો અને સીઈઓ સાથે બેઠક કરશે. આવતીકાલે ગિફ્ટ સીટીમાં ગ્લોબલ ફિનટેક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે.