ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં દિવાળી પછી કારતક પૂર્ણિમાના મેળાનું આયોજન કરવામાં આવે છે.ઉત્તર ગુજરાતનો આ સૌથી મોટો મેળો છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર માસમાં પૂજા કરવા આવે છે. આ મેળો 7 દિવસ સુધી ચાલે છે. સિધ્ધપુરમાં કારતકનો મેળો સહુ કોઈ માટે આકર્ષણ રહેતો હતો. એક જમાનામાં વાહન વ્યવહાર એટલો વિકસ્યો ન હતો.
એટલે આજુબાજુ થી લોકો ગાડાં જાેડી ને અથવા ઉંટ પર આવતા હતા. કારતક સુદ-બારસ ની સાંજ થી લોકો આવવાના શરૂ થાય અને પૂનમે હકડેઠેઠ મેદની જાેવા મળે છે.
આજે પણ કારતક સુદ-આઠમ થી કારતક સુદ-અગિયારસ સુધી પાટણ, ડીસા, પાલનપુર સહિતના આજુ બાજુના શહેરો માંથી લોકો સિધ્ધપુર આવે છે. આને મોખાત તરીકે ઓળખાય છે. મોખાત કેવી ભરાઈ તેના પરથી કાતકી પૂનમનો મેળો કેવો ભરાશે તેનો અંદાજ મુકાય છે