Jain News : અમદાવાદ મધ્યે નાકોડા ગૃપના નિરવભાઈના ધર્મપત્નિ હેતલબેનની વરસીદાનની પૂર્ણતા ના આરે પરિવાર દ્વારા સ્નેહીજનો મિત્રમંડળ નો છ લકઝરી બસો દ્વારા શત્રુંજય મહાતીર્થ પાલીતાણાનો અનેરો યાત્રા પ્રવાસ યોજાયેલ. હેતલબેન ની વર્ષીતપ ની આરાધના અખાત્રીજ – અક્ષયતૃતીયા ના દિવસે પૂર્ણ થસે.
શત્રુંજય મહાતીર્થ નો અનેરો યાત્રા પ્રવાસ
નાકોડા પરિવાર દ્વારા યોજાયેલ યાત્રા પ્રવાસ માં તારીખ ર૬ ના રોજ રાત્રે સૌએ પ્રસ્થાન કરેલ. જ્યારે તારીખ ર૭ એપ્રિલના રોજ નવકારશી બાદ ભવ્ય સ્નાત્ર મહોત્સવ પાલીતાણા ના મેવાડ ભવન ખાતે યોજાયેલ. જ્યારે સાંજે યાત્રિકો અને પરિવાર સહિત વાજતે-ગાજતે શત્રુંજય ગિરિ ને જુહારવા તળેટી એ જઈ ચૈત્યવંદન આદિ કરવામાં આવેલ. ત્યારબાદ ભક્તિભાવનામાં સંગીતકારની ઉપસ્થિતિમાં જોરદાર રમઝટ બોલાવેલ. વર્ષીતપના આરાધક એવા હેતલબેને પોતાની વાણી દ્વારા પરિવારનો સહયોગ, ગુરૂજીના આર્શિવાદ અને પ્રભુની કૃપાથી વર્ષીતપ પૂર્ણ થઈ રહ્યો છે. જ્યારે શ્રાવક નિરવભાઈ એ દરેક વાતમાં હકારાત્મક વલણ રાખવાના કારણે મને તપ આરાધનામાં સરળતા રહેલ. બીજા દિવસે સૌ યાત્રિકો દાદાને ભેટવા શત્રુંજય ગિરિરાજ ની યાત્રા કરેલ અને સેવા પૂજા આદિ ક્રિયા પૂર્ણ કરી સાંજના ચૌવિહાર કરી કાંકરેજ કેસરી પૂજ્ય ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રી કલ્પજય સુરીશ્વરજી મહારાજા પ્રેરિત શ્રી વિમલધામ તીર્થ દર્શન કરેલ. ત્યારબાદ તપસ્વી પરિવાર દ્વારા દરેક પરિવાર દીઠ કંકુ તિલક કરી ચાંદીની મુદ્રા અર્પણ કરવામાં આવેલ.
વર્ષીતપ ક્યારે કરાય છે
વર્ષીતપ એ 13 મહિના સુધી કરાતું વ્રત છે, જેનો પ્રારંભ ફાગણ વદ આઠમ ના રોજ થાય છે, અને વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજ – અક્ષય તૃતિયાના રોજ આ તપ ની પૂર્ણાહૂતિ થાય છે.
ર્ષીતપ કેમ કરાય છે
જૈન ધર્મ Jainism ના પ્રથમ તીર્થંકર આદિનાથ પ્રભુએ તેમના સંયમ જીવન ના પ્રારંભ માં આ તપની આરાધના કરી હોવાથી આ તપ તેમની વિશેષ યાદ માં કરવામાં આવે છે. પ્રભુએ તો 400 દિવસ નિર્દોષ આહાર-પાણી ન મળવાના કારણે ઉપવાસ કર્યાં પરંતુ અત્યારે શ્રાવક-શ્રાવિકો પાસે ઘરમાં ભરપૂર ધાન્ય હોવા છતાં ઉપવાસ કરે છે. વળી, પ્રભુએ કરેલું વર્ષીતપ અને અત્યારે શ્રાવક-શ્રાવિકા દ્વારા કરાતા વર્ષીતપમાં બહુ મોટો તફાવત છે. અત્યારે એક ઉપવાસ અને એક બેસણું કરવામાં આવે છે. તેમાં ક્યારેક ક્યારેક સળંગ બે ઉપવાસ પણ કરવા પડે છે. તો કોઈક બબ્બે ઉપવાસ દ્વારા, તો કોઈક ત્રણ-ત્રણ ઉપવાસ દ્વારા પણ વર્ષીતપની આરાધના કરે છે. કેટલાક શ્રાવક-શ્રાવિકા સળંગ પાંચ-પાંચ, છ-છ વર્ષીતપ કરે છે.