સુપ્રસિધ્ધ ઐતિહાસિક નગરી શામળાજી એ દેવ દિવાળી પર્વે દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટયું છે.. ગડાધર ભગવાન શ્રી વિષ્ણુ મંદિરે લોકો દર્શન કરવા પહોંચી રહ્યા છે… યાત્રાધામ ખાતે કાર્તિક પૂનમે યોજાતા પરંપરાગત લોકમેળામાં પણ લાખો લોકો મેળાનો આનંદ લે છે.. મેળાના છેલ્લા બે દિવસ દરમ્યાન શ્રધ્ધાળુઓની ભીડ પણ જોવા મળી છે.જોકે મંદિર ટ્રસ્ટ અને તંત્રના આયોજનથી દર્શનાર્થીઓને આ મેળામાં મોટી રાહત મળી હતી. જયારે જિલ્લા પોલીસે આ મેળા અને પૂનમના દર્શને ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે..
કારતક સુદ પૂનમ દેવ દિવાળીએ સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભક્તો કાળીયા ઠાકરના મનભરી દર્શન કરવા ભક્તોએ ભારે ભીડ જમાવી રહ્યા છે.રાજા હરિચન્દ્રની ચોરી અને કળશી માતાના મંદિર સહિતના કેટલાય પ્રાચીન અવશેષોથી સજ્જ આ ઐતિહાસીક નગરમાં કાર્તિકેય અગીયારસ એટલે કે દેવ ઉઠી અગીયારસ થી લોકમેળો યોજાય છે. કાર્તિકેય પૂનમ એટલે કે દેવદિવાળી સુધી ચાલતા આ લોકમેળામાં હવે છેલ્લા બે દિવસ દરમ્યાન ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે.
ત્યારે ખાસ કરીને શ્રી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ-શામળાજી દ્વારા ભક્તોના દર્શન અને પ્રસાદ માટે અલાયદી વ્યવસ્થાન ઉભી કરાય છે. શામળાજી ખાતે રાજયના દૂર દૂરના વિસ્તારોમાંથી તેમજ પરપ્રાંત રાજસ્થાન,મધ્યપ્રદેશ સહિત વિસ્તારોમાંથી લાખો ભક્તો આ મેળામાં ઉમટી પડે છે.અને મેળામાં મંડાયેલી હાટડીઓ,સ્ટોલ,પ્રદર્શનો સહિત વિવિધ મનોરંજનના કાર્યક્રમોમાં જોડાઈ મેળાની મજા માણે છે. અહીના સ્થાનિક વનવાસી પ્રજાજનો ના ઈષ્ટદેવ એવા કાળીયા ઠાકોરના દર્શન કરવા અને મેળામાં જોડાવા છેલ્લા બે દિવસોમાં લાખો દર્શનાર્થીઓ ઉમટી પડવા સાથે ભીડ જામે છે.
ત્યારે શામળાજી ખાતે આવેલા જાણીતા પવિત્ર નાગધરામાં કેટલાય શ્રધ્ધાળુઓએ પોતાની પીડા, દુઃખ,દર્દ દૂર કરવા અને ભૂત-પ્રેતનું વડગણ દૂર કરવા આસ્થા ભરી ડૂબકી પણ લગાવી રહ્યા છે. દેવ દિવાળી પર્વે ભગવાનનું ફુલોથી શણગારાયેલું ભવ્ય મેરાયું પ્રગટાવી દર્શનાર્થીઓના મનોરથ પૂર્ણ થાય છે.