દીઓદર કોટડા રોડ ઉપર આવેલ નવીન માર્કેટયાર્ડમાં રાત્રી દરમ્યાન એકજ રાતમાં સાત-સાત દુકાનોના તાળાં તોડી લાખોની ચોરી કરી ચોરો એ પોલીસ ને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. માર્કેટયાર્ડમાં આવેલ શિવ ટ્રેડર્સ, ગાયત્રી ટ્રેડીંગ, યોગેશ્વર ટ્રેડર્સ, વાંકલ ટ્રેડર્સ, દોશી શાંતિલાલ રીખવચંદ, વિવેક ટ્રેડર્સ, સુંધાટ્રેડર્સ નામની સાત દુકાનોનાં શટરના નકુચા તોડી અંદર પ્રવેશેલ અને નાની મોટી ચોરી કરી અંધકારનો લાભ લઈ નાસી છુટેલ છે જેનો હજુ સુધી ભેદ ન ઉકેલાતા વેપારીઓમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે.
દિયોદર માકૅટ માં સિક્યુરિટી ગાર્ડ છે, સીસીટીવી કેમેરા ગોઠવેલા છે. છતાંય ચોરોએ હાથ અજમાવ્યો આની તપાસ થવી જોઈએ અને માકૅટ માં થયેલ ચોરીના આરોપીઓ ન પકડાય ત્યાં સુધી દિયોદર માકૅટ યાર્ડના વેપારી ઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતાર્યા છે અને ચીમકી પણ આપી છે કે
માર્કેટ યાર્ડ માં થયેલ ચોરીનો ભેદ જયાં સુધી પોલીસ નહિ ઉકેલે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે અને આ બાબતે માકૅટ સમિતિને આવેદનપત્ર આપી ને જાણ કરેલી છે .