Gujarat News: ચૂંટણી પંચ કોઈ પણ સમયે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. તેની સાથે જ રાજકીય પાર્ટીઓએ લોકસભા ચૂંટણીને લઈને પોતાની તૈયારીઓ શરુ કરી દીધી છે. હવે જાણકારી આવી રહી છે કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલ લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 43 સીટોના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ અગાઉ કોંગ્રેસે પોતાની પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
ગુજરાતમાં કોને ક્યાંથી ઉતાર્યા મેદાનમાં?
- અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા
- અમદાવાદ પૂર્વ રોહન ગુપ્તા
લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ તરફથી બીજી યાદી જાહેર
લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ તરફથી તાજેતરમાં બીજી યાદી જાહેર કરવામાં આવી છે. આ અગાઉ કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી હતી. જે બાદ હવે બીજી યાદી પણ જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસ બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
કોંગ્રેસની બીજી યાદીમાં 43 સીટો પર નામ જાહેર કરવામાં આવ્યા છે
કોંગ્રેસની બીજી યાદીમાં 43 સીટો પર નામ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ છિંદવાડાથી કમલનાથના દીકરા નકુલનાથને ટિકિટ આપી છે. તો વળી સોમવારે ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા રાહુલ કસ્વાને ચુરૂ લોકસભા સીટ પરથી ટિકિટ મળી છે. આ લિસ્ટમાં જોરહાટથી ગૌરવ ગોગોઈ, સિલચરથી સુરજ્યા ખાન, જાલોરથી અશોક ગહેલોતના પુત્ર વૈભવ ગહેલોતને ટિકિટ મળી છે.