અમદાવાદમાં ભારત-પાકિસ્તાન મેચનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટની બેફામ કાળાબજારી પણ શરૂ થઇ ગઇ છે. અમદાવાદમાં ભારત પાકિસ્તાનની મેચ પહેલા પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની 150 બનાવટી ટિકિટ સાથે એક આરોપીની અટકાયત કરી હતી. નોંધનીય છે કે વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં મેચ રમાશે.
પોલીસે અટકાયત કરાયેલા વ્યક્તિ પાસેથી 150 કરતા વધુ બનાવટી ટિકિટ કબ્જે કરી હતી. સારી ક્વોલીટીની પ્રિન્ટીંગ વાળી ટિકિટ સાથે એક યુવકની અટકાયત કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન મેચની બે હજારની ટિકિટ 20 હજાર રૂપિયામાં અને 10 હજારની ટિકિટ એક લાખ રૂપિયા સુધી વેચાઈ રહી છે.