- ગ્લોબલ વોર્મિંગના કારણે ખેતીપાક ઉપર અસર !
- પોરબંદરમાં કેસર કેરીનો બોક્સનું રેકોર્ડ બ્રેક ભાવથી વેચાણ
રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે. ગ્લોબલ વોર્મિંગના કારણે ખેતીપાક ઉપર અસર થઈ છે. ત્યારે પોરબંદરમાં કેસર કેરીનો બોક્સનું રેકોર્ડ બ્રેક ભાવથી વેચાણ કરવામાં આવી રહ્યું છે.. પોરબંદરમાં જાંબુવતી ગુફા નજીક આવેલા એક ફાર્મ હાઉસના આંબામાં ભર શિયાળે કેરી આવી છે. આ કેરી પોરબંદરના માર્કેટીગ યાર્ડમા આવતા આજે એક કેરીનુ બોકસ અંદાજે રૂ.15,510 મા વેચાણ થઈ રહ્યું છે. જાહેરમાં એક કિલોનાં રૂ.1551ના ભાવે વેચાણ થયું હતું. જેથી ઇજોરો રાખનાર દેવીપૂજક વેપારી પણ ખુશખુશાલ થઈ ગયો છે. ઉનાળાના મે મહિનાથી થઈ લઈ જુલાઈ સુધી કેસર કેરીની સિઝન હોય છે.. ત્યારે આ કેસર કેરી શિયાળામાં અહીં વેચાવા આવતા એપીએમસી માં આવેલ ખેડૂતો અને લોકો પણ કેરીને જોવા ઉમટી પડ્યા હતા.
કૃષિ વૈજ્ઞાનિકોનુ કહેવું છે કે, હવામાન પરિવર્તનના આ યુગમાં કેરીની ખેતી કરતા પહેલા અમુક બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. જો ખેડૂતો કેરીના વાવેતરના સમયથી જ યોગ્ય આયોજન કરે તો ભવિષ્યમાં થતા નુકસાનને ટાળી શકાય તેમ જણાવી રહ્યા છે..
તેમજ બદલાતી ઋતુ પ્રમાણે બગીચામાં છંટકાવ અને સિંચાઈ કરી ખાતર આપવા સાથે સમયાંતરે બાગાયત શાસ્ત્રીઓનો અભિપ્રાય લેવો જોઈએ. જેથી બગીચામાં થતા નુકસાનકારક ફેરફારોને અટકાવી શકાય. કેરીની ખેતી માટે સૌથી મહત્વપૂર્ણ બાબત જમીન, આબોહવા અને વિવિધતા છે. વરસાદી પાણીનો નિકાલ થઈ શકે અને સારી ગુણવત્તાવાળી જમીન હોવી જરૂરી છે. કેસર, હાપુસ, લંગડો, બદામ, વનરાજ તેની ખેતી માટેની સુધારેલી જાતો છે.