ગુજરાતમાં અમદાવાદ સહિત અલગ અલગ ઘણી જગ્યાઓ પર નશીલો પદાર્થ સૂંઘાડી અથવા સસ્તું સોનું બતાવી લૂંટી લેવા સહિતની અનેક ટોળકીઓ સક્રિય હોવાના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે, આવો જ એક કિસ્સો અસલાલી પોલીસ મથકમાં ફરિયાદ થઇ હતી
ફરિયાદી મહિલાને અજાણ્યા લોકો શાંતિપુરા સર્કલ પાસેથી રીક્ષામાં બેસાડી પહેલા સાણંદ વિરમગામ તરફ લઈ ગયા પછી સાણંદ ટોલ ટેક્સ નજીક વેરાન જગ્યાએ રીક્ષા ઉભી રખાવી મહિલાને વાતોમાં ફોસલાવી રૂમાલથી કોઈ નશાકારક પદાર્થ સુંઘાડી મહિલાને બેભાન બનાવી દીધી હતી એ પછી મહિલાએ પહેરેલા સોનાના દાગીના લૂંટી લીધા હતા અને મહિલાને બેભાન અવસ્થામાં ત્યાંજ રાખી પલાયન થઇ ગયા હતા
જયારે મહિલા ભાનમાં આવી ત્યારે તેણે સ્થાનિક રાહદારીઓની મદદ માંગી પોલીસનો સંપર્ક કર્યો અને બનેલી બધી ઘટના પોલીસને સંભળાવી પોલીસ મથકમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ અસલાલી પોલીસે ગેંગને શોધવા તપાસ શરૂ કરી હતી
તપાસમાં રીક્ષાનો નંબર મળી આવતા તેમના માલિકનો સંપર્ક કરી પૂછપરછ કરી અને ખબર પડી કે આ રીક્ષા તેમના ભાણેજ અમૃત ઉર્ફે ભોલીયાને ફેરા કરવા આપેલી છે જેને આધારે પોલીસે અમરત ઉર્ફે ભોલાને પણ પકડી પાડી તેની પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી.
પૂછપરછમાં સામે આવ્યું કે તેને પત્ની,સાળા અને મિત્રની મદદથી આ લૂંટફાટને અંજામ આપી હતી પોલીસે આરોપીઓને સાણંદ ખાતેથી ઝડપી પાડ્યા હતા તેમજ ગુનામાં વપરાયેલી સીએનજી રીક્ષા અને ચોરી થયેલા સોનાના દાગીના સહીત 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો