રાજ્યમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમિયાન સુરેન્દ્રનગરમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એકસાથે 4 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા બાયપાસ પાસે એક દર્દનાક અકસ્માતની ઘટના બની હતી. જેમાં હાઈવે પરથી પસાર થતી કાર પલટી મારી ડીવાઈડરની બીજી સાઈડ જતી ટ્રક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા તો અન્ય 2 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે.
કારમાં ફસાયેલાને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ અકસ્માતમાં ચાર યુવાનોના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા. સ્વિફટ કાર ડ્રાઇવ કરનારે સ્ટીયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી ડિવાઈડરની બીજી સાઈડ ઉપર જઈ આઈસર સાથે અથડાઈ હતી
પોલીસ તંત્રે સંપૂર્ણ સ્થિતિને થાળે પાડીને ટ્રાફિક ક્લિયર કર્યો હતો. પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની તપાસ આદરી છે
મૃતકોના નામ
- કરસનભાઈ ભરતભાઈ, (ઉ.વ.23)
- કિરણભાઈ મનુભાઈ,(ઉ.વ.18)
- ઉમેશભાઈ જગદીશભાઈ, (ઉ.વ.15)
- કાનાભાઇ ભુપતભાઇ, (ઉ.વ.18)
- તમામ રહેવાસી ગોલાસણ, હળવદ
ઘાયલોના નામ
- અમિતભાઇ જગદીભાઈ – ગોલાસણ હળવદ
- કાનાભાઇ રાયધન ભાઈ – ગોલાસણ હળવદ