રાજકોટના 3 વિસ્તારમાં દીપડાનો ભય જોવા મળી રહ્યો છે. શહેરના 3 વિસ્તારમાં દીપડાએ દેખા દેતા લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે. વનવિભાગે દીપડાને પકડવા 2 જગ્યાએ પાંજરા મૂક્યા છે. વાગુદડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કણકોટ વિસ્તારમાં દીપડો જોવા મળતા લોકમાં ભયનો માહોલ ઉભો થયો છે.
રાજકોટની ભાગોળે આવેલા વાગુદડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ હવે કણકોટ પાસે આવેલા કૃષ્ણનગર વિસ્તારમાં દીપડો દેખાયો હતો. ગઈકાલે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતાં વન વિભાગની ટીમ પહોંચી હતી. વન વિભાગ દ્વારા કૃષ્ણનગર પાસે પાંજરા મૂકવામાં આવ્યા છે. છેલ્લા દસ દિવસથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા દીપડાની શોધખોળ ચાલુ છે
વન વિભાગે રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવાની સલાહ આપી છે, તેમજ નોનવેજનો કચરો જાહેરમાં ન ફેંકવા પણ વનવિભાગે લોકોને સૂચના આપી છે. છેલ્લા કેટલાક દિવસથી વિવિધ વિસ્તારમાં દિપડો જોવા મળતા લોકમાં ભયનો માહોલ છવાયો છે.