હાલ ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1એ દેખાદીધી છે. જેને લઈને અમદાવાદ મ્યુનિ.નું હેલ્થ વિભાગ એલર્ટ થઈ ગયું છે. હાલ કેન્દ્ર સરકાર દ્વારા એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે, જેને લઈને અમદાવાદમાં નવા JN.1 વેરિયન્ટને લઈ રેન્ડમ ટેસ્ટ કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે.
મ્યુનિ.હેલ્થ વિભાગ કોરોનાના નવા વેરિયન્ટ JN.1ને પગલે એલર્ટ મોડ છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં તંત્ર દ્વારા મ્યુનિ.હસ્તકના અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે જ શહેરમાં ભીડભાળવાળા સ્થળોએ મ્યુનિ-તંત્ર તરફથી રેન્ડમ ટેસ્ટ કરાશે. અમદાવાદ શહેરમાં આગામી સમયમાં 25થી 31 ડિસેમ્બર દરમિયાન કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટતી હોય છે. ત્યારે કાર્નિવલમાં ડ્રોનથી સર્વેલન્સ કરવા નિર્ણય લેવાયો છે.