મંદિરની આસપાસ કુલ 4 ગેટ બનાવાયા, નિરીક્ષણ કર્યું
અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીએ યોજાનાર ભગવાન રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. સુરક્ષા અને તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હાલ પ્રાણપ્રતિષ્ઠાની કામગીરી ક્યાં સુધી પહોંચી અને હાલ સમારોહની તૈયારીઓની સ્થિતિ શું છે તે અંગે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃપેંદ્ર મિશ્રા (Nripendra Mishra)એ અગત્રની માહિતી આપી છે.
ભવન નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ નિરીક્ષણ બાદ કહ્યું કે, ‘સુરક્ષાને ધ્યાને રાખી મંદિરના પ્રવેશ દ્વાર પર ગેટ લગાવાઈ રહ્યા છે. મંદિરની આસપાસ કુલ 4 ગેટ બનાવાયા છે. તમામનું નિરીક્ષણ કરાયું છે. શ્રદ્ધાળુઓને તડકો અને વરસાદથી બચાવા મેં કેનોપી બાંધકામની પ્રગતિનો અહેવાલ મેળવ્યો છે. આ ઉપરાંત મુસાફરોના સામાન જમા થતા સ્કેનરનું પણ નિરીક્ષણ કર્યું છે.
રામ મંદિરના દ્વાર અંગે પણ માહિતી આપી હતી.
તેમણે વધુમાં કહ્યું કે, સુરક્ષાના છેલ્લા સિક્યોરિટી પોઈન્ટનું પણ નિરીક્ષણ કર્યું છે. છેલ્લા ગેટ બાદ પરકોટા પરથી શ્રદ્ધાળુઓ પ્રવેશ કરશે. પરકોટા બાદ રામભક્તો 33 સિડીઓ ચઢ્યા બાદ રામ જન્મભૂમિ પરિસરમાં પ્રવેશ કરી શકશે. રામ મંદિરમાં ગજ સિંહ દ્વાર, ગજદ્વાર અને સિંહ દ્વાર પર હનુમાનજી અને ગુરુણજીની મૂર્તિ આશીર્વાદ મુદ્રામાં સ્થાપિત કરાઈ છે.
વધુમાં તેમણે કહ્યું કે, શ્રદ્ધાળુઓ સિંહ દ્વાર બાદ મંડપ થઈને ગુડ મંડપ દ્વારથી પ્રવેશી ભગવાન સમક્ષ દર્શન કરી શકશે. મંદિરની તૈયરીઓ લગભગ અંતિમ તબક્કામાં છે. શ્રદ્ધાળુઓ આગામી સપ્તાહે મંદિરમાં સરળતાથી જઈ શકશે. બાકીની કામગીરી આગામી એક સપ્તાહ બાદ રાત્રે સંપન્ન કરાશે. તેમ તેમણે અંતમાં જણાવ્યું હતું.