આજે પહેલી ડિસેમ્બરે વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વની સાથે કરવામાં આવી છે. ત્યારે આ વર્ષે વિશ્વ એઈડ્સ દિવસનું સુત્ર સમુદાયનું નેતૃત્વ આપવામાં આવ્યું છે. વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણીના ભાગરૂપે અલગ અલગ સંસ્થાઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી થકી જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો
આજે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે વિવિધ સ્થળોએ જાગૃતતા અભિયાન રેલી યોજવામાં આવી હતી જેમાં દિયોદર ખાતે આજે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે શ્રી તપસ્વી કોલેજ ઑફ નર્સિંગ, દિયોદર દ્રારા જાગૃતતા અભિયાન રેલી યોજવામાં આવી હતી જેમાં દિયોદર ના પી.એસ.આઇ. વી.બી.ગોહીલ તેમજ પોલીસ સ્ટાફ સાથે જોડાયેલા.
આ પ્રસંગે તપસ્વી વિદ્યાસંકુલ ના ટ્રસ્ટી શ્રી ડાયાભાઈ ચૌધરી, નર્સિંગનાં પ્રિન્સીપાલ શ્રી રમેશભાઈ બોચિયા, તેમજ સમગ્ર નર્સિંગ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહી મોટાપાયે પોસ્ટર અને બેનર સાથે રેલી દિયોદર ના રાજમાર્ગ ઉપર ફરેલ. આને લોકજાગૃતિ માટે નો પ્રયાસ કરેલ. રેલીસમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા એઈડ્સ ન ફેલાય તે માટે રાખવાની તકેદારી તથાં એઈડ્સગ્રસ્ત વ્યક્તિ સાથે રાખવાની સમાનતા સહિતના સંદેશ આપવામાં આવ્યાં હતાં. એઈડ્સની બીમારીથી દૂર રહેવા તથા બીમારની સાથે રહેવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો.