Rajkot Rail News : પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા ડિવિઝનલ રેલવે ગ્રાહક સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. Rajkot Divisional Railway Customer Advisory Committee meeting organized
ડિવિઝનલ રેલવે ગ્રાહક સલાહકાર સમિતિમાં, સમિતિના અધ્યક્ષ અને ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વની કુમાર અને સમિતિના સચિવ અને વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક સુનિલ કુમાર મીનાએ તમામ સભ્યો નું સ્વાગત કર્યું. ત્યાર બાદ સુનિલ કુમાર મીનાએ માનનીય સભ્યોને રાજકોટ ડિવિઝન ની સિદ્ધિઓ અને મુસાફરો ને આપેલ યાત્રી સુવિધાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.
આ દરમિયાન સમિતિના સભ્યોએ પોતપોતાના વિસ્તારોની રેલવે સમસ્યાઓ, નવી ટ્રેનો દોડાવવા, ટ્રેનોના સ્ટોપેજમાં વધારો, ટ્રેનોનું વિસ્તરણ, ડબલ ટ્રેક વગેરે પ્રોજેક્ટ ઝડપથી પૂરા કરવા અને રાજકોટ ડિવિઝન ના વિવિધ સ્ટેશનો પર મુસાફરોની સારી સુવિધા ઉપલબ્ધ કરાવવા અંગે તેમના મૂલ્યવાન સૂચનો આપ્યા હતા.
ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વની કુમારે તમામ સભ્યોના સૂચનો પર ટૂંક સમયમાં યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી.
આ બેઠકમાં માનનીય સભ્યો પાર્થિવકુમાર ગણાત્રા, પ્રવીણસિંહ ઝાલા, રમાબેન માવાણી, દીપક ભાઈ રવાણી, ચંદુભાઈ બારાઈ, ચંદ્રવદન પંડ્યા, નૌતમ બારસિયા, હરિકૃષ્ણ જોષી, હેમુભાઈ પરમાર અને મયંકભાઈ રૂપારેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ મીટીંગ દરમિયાન રાજકોટ રેલવે ડીવીઝનના એડીઆરએમ શ્રી કૌશલ કુમાર ચૌબે અને વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Onion export ban : કેન્દ્ર સરકારે કરી ડુંગળીની નિકાસબંધી, શું થશે ખેડૂતોનું, ખેડૂતોની ચીમકી
AAP ધારાસભ્ય ચૈતર વસાવાના રિમાન્ડ મંજૂર, જાણો કેટલો સમય રહેવું પડશે જેલ માં ?
Parliament : સંસદમાં ઘુસણખોરી ના આરોપી લલિત ઝાના સાત દિવસના પોલીસ રિમાન્ડ કોણ છે આ લલીત ઝા ?