Gujarat Monsoon Update: ખેડૂતો માટે આનંદના સમાચાર…. ગુજરાતમાં બે દિવસ વહેલું બેસશે ચોમાસું…. હવામાન વિભાગે કરી સારા વરસાદની આગાહી… 13 જૂને આવશે મેઘસવારી ગુજરાતમાં ગરમી વચ્ચે ભારે પવન સાથે વરસાદની આગાહી આવી ગઈ છે. આવતા સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં પવન સાથે હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જે ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. આ વર્ષે ગુજરાતમાં બે દિવસ વહેલું ચોમાસું આવશે.
હવામાન વિભાગે કહ્યું- આ વર્ષનું ચોમાસું સારું રહેશે.પવન વધતા ગરમીમાં ઘટાડો થયો.રાજ્યમાં પવનની દિશા બદલાતા ગરમીમાં ઘટાડો થયો છે. રાજ્યમાં ગરમી હવે ધીરે ધીરે વિદાય તરફ છે. રાજ્ય તરફ અરબી સમુદ્રમાંથી આવતા પવનની ગતિ વધી છે. હાલ ગુજરાતમાં પવનની ગતિ 25/30 કિમી પ્રતિકલાકની જોવા મળી છે.
આ સાથે જ રાજ્યમાં એક સપ્તહમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. પવન સાથે ભેજનું પ્રમાણ વધતાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. આ વર્ષે રાજ્યમાં ચોમાસું 1 થી 2 દિવસ વેહલુ શરૂ થશે.
છેલ્લા 24 કલાકમા રાજ્યમાં નોંધાયેલ તાપમાન પર નજર કરીએ તો, સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 43.0 ડિગ્રી નોંધાયું છે. આ ઉપરાંત
- અમદાવાદ 42.0 ડિગ્રી
- ગાંધીનગર 41.5 ડિગ્રી
- કંડલા 40.5 ડિગ્રી
- રાજકોટ 40.5 ડિગ્રી
- ડીસા 39.9 ડિગ્રી
- વલ્લભ વિદ્યાનગર 39.5 ડિગ્રી
- વડોદરા 39.4 ડિગ્રી
- સુરત 35.7 ડિગ્રી
સુરેન્દ્રનગરમાં વરસાદ આવ્યો
ગત રાતે સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વઢવાણ તાલુકાના બાળા ગામે ઝરમર વરસાદ શરૂ થયો હતો. અચાનક વાતાવરણમાં પલટાના કારણે નગરજનોે ગરમીથી આંશિક રાહત મળી હતી. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં જ ગુજરાતમાં સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન છે. બાળા ગામે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. કપાસનું આગોતરું વાવેતર કરેલા ખેડૂતોમાં પણ ખુશીની લહેર ફેલાવી છે. અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો હરખાયા છે. સુરેન્દ્રનગર માં દિવસે 43 ડીગ્રી તાપમાન બાદ રાત્રે વરસાદ નોંધાયો