- દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ,તાપીમાં માવઠાની શક્યતાઓ
- દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, વલસાડમાં હળવા વરસાદની સંભાવના
રાજ્યમાં ફરી છૂટછવાયા વરસાદ સાથે માવઠાની આગાહી વિભાગે કરી છે. ગુરૂવાર અને શુક્રવારે રાજ્યના કેટલાક જિલ્લામાં માવઠું થવાની છે. સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ,તાપીમાં માવઠાની શક્યતાઓ છે. ત્યારે આગામી દિવસોમાં રાજ્યના આ જિલ્લામાં ફરી કમસોસમી વરસાદની સંભાવના સાથે તાપમાનનો પારો ગગડતાં વધશે ઠંડીનું જોર વધે તો નવાઈ નહીં…
રાજ્યમાં આગામી પાંચ દિવસ હવામાન સુકુ રહેવાની સંભવાના છે. તેમજ આગામી 2 દિવસ કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ થઇ શકે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડમાં હળવા વરસાદની સંભાવના છે. તેમજ કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે. તેમજ તાપમાનનો પારો પણ 4 થી 5 ડિગ્રી ગગડતાં ઠંડીમાં વધારો જોવા મળશે..
હવામાન વિભાગે ફરી છૂટછવાયા વરસાદી ઝાપટા સાથે માવઠાની આગાહી કરી છે. જેમાં ગુરૂવાર અને શુક્રવારે રાજ્યના કેટલાક જિલ્લામાં માવઠું થઇ શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ,તાપીમાં માવઠાની શક્યતા છે. તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં કમોસમી વરસાદની શક્યતા છે. સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આમ માવઠાની સાથે ઠંડીનું જોર પણ વધશે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત આમાં આવી છે.