Radhika Anant Pre-Wedding Event: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. તે આ વર્ષે જુલાઈમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે, પરંતુ તે પહેલા અંબાણી પરિવારે જામનગરમાં એક ભવ્ય પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું હતું. માર્ચ મહિનામાં આ આયોજન બાદ હવે ફરી એકવાર અંબાણી પરિવાર બીજા પ્રી-વેડિંગનું આયોજન કરવા જઈ રહ્યું છે. જોકે વર્ષના સૌથી મોટા સેલિબ્રેશનનું ઈન્વિટેશન કાર્ડ હાલમાં વાઈરલ થયું છે. જે ખૂબ ચર્ચામાં આવ્યું છે.
મુકેશ અંબાણીએ ઈટાલીમાં ક્રુઝ પર એક ભવ્ય પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરીને તેમના પુત્ર અને ભાવિ પુત્રવધૂ માટે એક શાનદાર સરપ્રાઈઝ આપ્યું છે. આ ક્રૂઝ ઈટાલીથી ફ્રાન્સ જશે અને આ દરમિયાન અંબાણી પરિવાર સમુદ્રની વચ્ચે ઉજવણી કરતો જોવા મળશે.
1. જુલાઈમાં લગ્ન કરશે અનંત- રાધિકા
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ હાલ પોતાના બીજા પ્રી-વેડિંગ ફંક્શનને લઈને ચર્ચામાં છે. આ બન્ને જુલાઈમાં લગ્નના બંધનમાં બંધાવાના છે.
2. પ્રી-વેડિંગ ફ્રાન્સમાં થશે
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન સાઉથ ફ્રાન્સમાં ક્રૂઝ શિપ પર યોજાવા જઈ રહ્યું છે.
3. 800 VIP મહેમાનો
પ્રી-વેડિંગ ફંક્શનમાં 800 થી વધુ VVIP મહેમાનો હાજરી આપશે. જે ક્રૂઝ પર પ્રી-વેડિંગ ફંક્શન યોજાવા જઈ રહ્યા છે તેનું નામ સેલિબ્રિટી એસેન્ટ છે, જે માલ્ટામાં બનેલ છે.
4. આટલી છે ક્રૂઝની કિંમત
સેલિબ્રિટી એસેન્ટ 90 કરોડ ડોલર અથવા 7475 કરોડ રૂપિયામાં તૈયાર કરવામાં આવી છે. સાથે જ તે 5-સ્ટાર સુવિધા સાથેનો ફ્લોટિંગ રિસોર્ટ છે.
5. કઈંક આવું છે ક્રુઝ
આ ક્રુઝમાં વધુમાં વધુ 3950 મુસાફરો મુસાફરી કરી શકશે. 327 મીટર લાંબા અને 39 મીટર પહોળા ક્રૂઝ શિપમાં 17 ડેક છે, જેમાં સનસેટ બાર અને પૂલ ડેકનો સમાવેશ થાય છે.
6. ક્રુઝ પર શું શું છે..?
આ સાથે ક્રુઝ પર 1 લેપ પૂલ, 2 હોટ ટબ પૂલ અને ક્રૂઝ પર વૉકિંગ-જોગિંગ માટે એક ટ્રેક પણ છે. ક્રૂઝમાં પેન્ટહાઉસ સ્યુટમાં બેડરૂમ, ડ્રેસિંગ રૂમ, લિવિંગ એરિયા અને ડાઇનિંગ એરિયા પણ છે.
7. કેટલો ખર્ચ થશે
મુકેશ અંબાણીએ તેમના પુત્રના પ્રથમ પ્રી-વેડિંગ ફંક્શનમાં 1259 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. હવે એ વિચારવા જેવું છે કે તે બીજા પ્રી-વેડિંગ પાછળ કેટલો ખર્ચ કરે છે.
અંબાણી પરિવારે ઈટાલીમાં લક્ઝરી ક્રૂઝ પર પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું છે. Radhika Anant Pre-Wedding Event આ કાર્યક્રમ ચાર દિવસ સુધી ચાલશે. Radhika Anant Pre-Wedding Event 29મી મેથી 1લી જૂન સુધી ચાલશે. જે ક્રૂઝ પર અનંત-રાધિકાની બીજી પ્રી-વેડિંગ સેરેમની થશે તેનું નામ સેલિબ્રિટી એસેન્ટ છે. 29 મેના રોજ આ ક્રૂઝ અંબાણી પરિવારના ખાસ મહેમાનોને લઈને ઈટાલીના પાલેર્મો પોર્ટથી રવાના થશે અને 4380 કિલોમીટરનું અંતર કાપીને 1 જૂને સદર્ન ફ્રાન્સ પહોંચશે.
અનંત-રાધિકાના સેકન્ડ પ્રી વેડિંગમાં સામેલ થવા માટે 12 વિમાનો દ્વારા ગેસ્ટ ઇટલી પહોંચી રહ્યા છે. 29 મેના રોજ સફરની શરૂઆત ઇટલીના પાલેર્મો પોર્ટથી થશે. ક્રૂજ પાલેર્મો શહેરથી પહેલાં સિવિટાવેક્ચિઆ પોર્ટ પહોંચશે.
આમંત્રણ કાર્ડ
અનંત-રાધિકાનું પ્રી-વેડિંગ ઇન્વિટેશન કાર્ડ સામે આવ્યું છે.Radhika Anant Pre-Wedding Event વ્હાઇટ અને બ્લ્યૂ કાર્ડ “લા વિટે ઇ અન વિયાજિયો” થી શરૂ થાય છે, જેનો અર્થ થાય છે ‘જીવન એક સફર’ છે. ઇટાલીના સિસિલીના પાલેર્મો શહેરમાં વેલકમ લંચ થીમ સાથે ફંક્શનની શરૂઆત થશે.
શું શું હશે ખાસ
29 મેના રોજ લંચ પછી સાંજે ‘સ્ટેરી નાઈટ’ થીમ પાર્ટી છે. બીજા દિવસે એટલે કે 30 મેના રોજ થીમ ‘એ રોમન હોલિડે’ રાખવામાં આવી છે. 30મી મેની રાત્રે ‘લા ડોલ્સ ફાર નિએન્ટે’ થીમ પાર્ટી છે, ત્યારબાદ સવારે 1 વાગ્યે ‘ટોગા પાર્ટી’ છે. 31 મેના રોજ ‘વી ટર્ન વન અન્ડર ધ સન’, ‘લે માસ્કરેડ’, ‘પાર્ડન માય ફ્રેન્ચ’ જેવી વિવિધ થીમ સાથે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. 1 જૂનના રોજ ‘લા ડોલ્સે વિટા’ પછી પાર્ટી સમાપ્ત થશે. આ ક્રૂઝ ચાર દિવસમાં 4380 કિલોમીટરની મુસાફરી કરીને સધર્ન ફ્રાન્સ પહોંચશે, જ્યાં લગ્ન પહેલાની પાર્ટી પૂરી થશે
Web Series In June: IPL પૂરો થયો તો શું થયું ના થાવ ઉદાસ, જૂનમાં OTTમાં આવશે આટલી સિરીઝ