- ગુજરાતમાં રવિ પાકનું મોટા પ્રમાણમાં વાવેતર
- કુલ 40.77 લાખ હેક્ટરમાં થયું રવિ પાકનું વાવેતર
- સૌથી વધુ 10.73 લાખ હેક્ટરમાં ઘઉં પાકનું વાવેતર
- કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ આપી રવિ પાક વાવતેરની માહિતી
- રાજ્યમાં ધાન્ય પાકોમાં ઘઉં પાકનું સૌથી વધુ વાવેતર
ગુજરાતમાં ચાલુ રવિ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 40.77 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયુ છે. જેમાં સૌથી વધુ 10.73 લાખ હેક્ટરમાં ઘઉં પાકનું વાવેતર થયું છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં રવિ કૃષિ પાક વાવેતરની માહિતી આપતાં કહ્યું છે કે, જીરાના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે અને જીરાના રેકોર્ડ બ્રેક ભાવ મળતાં ખેડૂતોએ ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે જીરાનું બમણું વાવેતર કર્યું છે. આ વર્ષે રાજ્યમાં કુલ 5.30 લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થયું છે, જે ગત વર્ષે 2.60 લાખ હેક્ટર જેટલું હતું. આ ઉપરાંત કઠોળ પાકમાં ચણાનું 5.64 લાખ હેકટર અને તેલીબીયા પાકમાં રાઈનું 2.64 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે. સમગ્ર રાજ્યમાં પાકની પરિસ્થિતિ પણ એકંદરે સારી છે.
અત્યાર સુધીમાં 40.77 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે, સમગ્ર દેશમાં ગુજરાત જીરાના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે, ગયા વર્ષે જીરાનું વાવેતર 2.61 લાખ હેક્ટરમાં થયેલુ હતું, પણ ચાલુ વર્ષે જીરાના ભાવો ખેડૂતોને રેકોર્ડ બ્રેક મળતાં તેના ઉત્પાદનમાં બમણો વધારો.. એટલે કે ચાલુ વર્ષે 5.30 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે એટલે કે 202 ટકા જેટલું વાવેતર ચાલુ વર્ષે જીરાનું થયું છે, સાથો સાથ ધાન્યપાકોમાં ધઉંનું 10.73 લાખ હેક્ટરમાં કઢોળમાં ચણાનું 5.64 લાખ હેક્ટરમાં અને તેલબિયા પાકોમાં રાયડાનું 2.64 લાખ હેક્ટરમાં વાવેતર ચાલુ સાલે રવિ સિઝનમાં થયું છે. હાલમાં પાકની સ્થિતિ પણ સંતોષજનક છે, રવિ સિઝનમાં વાવેતર પણ ખૂબ પુરતા પ્રમાણમાં થયું છે.