ટોકન પેટે જમીન ફાળવવા માટે બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી
ગુજરાત રાજ્યમાં કોળી અને ઠાકોર સમાજની ખૂબ મોટી વસ્તી છે , કોળી અને ઠાકોર સમાજ પછાત સમાજ હોય, અને આર્થિક રીતે સક્ષમ ના હોય તેઓના બાળકોને અભ્યાસ માટે ખુબ અગવડતાઓ ઉભી થતી હોય છે જેથી આ સમાજના વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની gpsc અને upsc જેવી પરીક્ષાઓની તૈયારીના અભાવે કોળી/ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ખુબજ પાછળ હોય અને આજ દિન સુધી કોળી અને ઠાકોર સમાજને શિક્ષણનું યોગ્ય પ્લેટફોર્મ ના મળવાના કારણે આઈ.પી.એસ.અને આઇ.એ.એસ. અધિકારીઓ નહિવત છે જેથી કોળી અને ઠોકર સમાજના વિદ્યાર્થીઓને પણ શિક્ષણ ક્ષેત્રે આગળ વધી શકે તેના માટે ગાંધીનગરમાં એક રૂપિયાના ટોકન પેટે જમીન ફાળવી, અને શૈક્ષણિક સંકુલના બાંધકામ માટે આશરે 100 કરોડ ગ્રાન્ટ કોળી અને ઠાકોર સમાજ નિગમને ફાળવવામાં આવે તેવી માંગણી બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી.
વધુમાં બોટાદ ધારાસભ્ય દ્વારા જણાવવા આવ્યું કે ગુજરાત રાજ્યના જે જિલ્લાઓમાં કોળી અને ઠાકોર સમાજની વસ્તી વધુ છે તે જિલ્લાઓ, જેવા કે મારો મત વિસ્તારના બોટાદ જિલ્લો, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, જૂનાગઢ, સુરત અને મહેસાણા જિલ્લામાં પણ કોળી અને ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સંકુલને ટોકન પેટે જમીન ફાળવી સંકુલ ઉભું કરવામાં આવે તેવી માંગણી મુખ્યમંત્રીને કરવામાં આવી છે.