ઉત્તર ગુજરાત નું ગૌરવ..
પાટણપંથક ના સુજનીપુર ગામની 17 વર્ષની મિતવા ચૌધરીએ ફેન્સિંગ (તલવારબાજી) ની
રમતમાં રાષ્ટ્રીય સ્તરે બ્રોન્ઝ મેડલ જીતીને ને ઉત્તર ગુજરાત નું ગૌરવ વધાર્યું છે .
મેડલ જીતીને મિતવા ચૌધરીએ ફેન્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપની ભારતીય ટીમમાં પણ પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.
વિજેતા થયેલ મિતવા ચૌધરી એ કહ્યું કે”હુંગાંધીનગર ખાતે ફેન્સિંગ ચેમ્પિયનશીપ જોઇને આ રમત તરફ આકર્ષાઇ અને વર્ષ ૨૦૧૮થી ફેન્સિંગ (તલવારબાજી)ની શરૂઆત કરી છે. હાલ હું અમદાવાદ જીલ્લાના સાણંદ નજીક સંસ્કારધામ ખાતે વિજય ભારત સ્પોર્ટ્સ અકેડેમીમાં દૈનિક ૫થી ૬ કલાકની તાલીમ લઇ રહી છું. મેં આસામના ગુવાહાટી, ખાતે આયોજીત ૩૪મી સિનિયર નેશનલ ફેન્સિંગ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીતી સિનિયર એશીયન અને વર્લ્ડ ચેમ્પિયનશીપ માટેની ભારતીય ટીમમાં જગ્યા બનાવી છે. મારું ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં વિજેતા બનવાનું સપનું છે.”
આસામના ગુવાહાટીમાં ૨૮ થી ૩૧ જાન્યુઆરી દરમ્યાન
૩૪મી સિનિયર નેશનલ ફેન્સિંગ યોજાયેલ જેમાં મીતવા ચૌધરીએ બ્રોન્ઝ મેડલ જીતી સિનિયર એશિયન અને વર્લ્ડ ચેમ્પિયનશીપ માટેની ભારતીય ટીમમાં જગ્યા બનાવી છે. લીગ રાઉન્ડમાં મિતવાએ ખુશી – દિલ્હી, તન્વી – આસામ, પૂર્ણિમા – વેસ્ટ બંગાળ, ગિતિકા – ઉત્તરપ્રદેશ, અને દિપશીખા- બિહાર તમામને ૫-૦ થી તથા નૈધેલી – કર્ણાટકને ૫-૨થી માત આપી ૬ માંથી ૬ મેચ જીતી ૩૦ પોઇન્ટ મેળવી પ્રતિસ્પર્ધીઓને ૨ જ પોઇન્ટ આપ્યા હતા. એટલું જ નહીં, નોક આઉટ રાઉન્ડમા તમન્ના – ગોવાને ૧૫-૩થી , ધ્રુવી – ગુજરાતને ૧૫-૭થી, ખુશી – મધ્યપ્રદેશને ૧૫-૧૦થી અને કવાર્ટર ફાઇનલમાં અપસેટ સર્જતા ગત વર્ષની ગોલ્ડ મેડલિસ્ટ હરિયાણાની પ્રાચીને ૧૫-૧૦થી માત આપી સેમી ફાઇનલમાં પહોંચી હતી. સેમી ફાઇનલમા યશકિરત – ચંદીગઢ સામે ૧૫-૧૨થી પરાજય થતા બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.