ગુજરાત સરકારમાં હાલ એક પછી એક અધિકારીઓની બદલીના આદેશ કરી રહી છે ત્યારે ગુજરાત કેડરના 8 આઈપીએસ અધિકારીઓની તાલીમ પૂર્ણ થતાં તેમને પોસ્ટિંગ આપવામાં આવી છે. વર્ષ 2021 અને 2022 ની બેચના આ આઈપીએસ અધિકારીઓએ હૈદરાબાદ રાષ્ટ્રીય પોલીસ એકેડેમીમાં તાલીમ પૂર્ણ કરતાં પોસ્ટિંગ અપાયા છે. સરકારે તમામ જગ્યાઓ નવી ઊભી કરીને ગુજરાત કેડરના 8 આઈપીએસ અધિકારીને નિમણૂંક આપવામાં આવી છે.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી યુવરાજસિંહ જાડેજા, મુખ્ય પોલીસ વડાની કચેરીના સ્ટાફ ઓફિસર એસપી ગૌરવ જસાણી સહિત ગુજરાતના ૮ એસપીએસની આઈપીએસ કેડરમાં કાયમી નિમણૂકને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાલી અપાઈ છે. આ અધિકારીઓને ગુજરાત કેડરમાં જ રાખવા હુકમ થયો છે અને જિલ્લામાં પોસ્ટિંગ માટે હકદાર બન્યા છે.
ગુજરાતના ૮ એસપીએસની આઈપીએસ કેડરમાં કાયમી નિમણૂક પામેલામાં યુવરાજસિંહ જાડેજા,બળદેવભાઈ દેસાઈ.ગૌરવ જસાણી,ઈમ્તિયાઝ શેખ,બળદેવસિંહ વાઘેલા. લખધીરસિંહ ઝાલા, તેમજ નરેશકુમાર કણજારીયા ,અને ફાલ્ગુનીબેન પટેલનો સમાવેશ થાય છે.
આ તમામ અધિકારીના હાલના ફરજના સ્થળની જો વાત કરવામાં આવે તો યુવરાજસિંહ જાડેજા વડોદરા ડીસીપી ક્રાઇમ, બળદેવ દેસાઈ ડીસીપી ઝોન-5, અમદાવાદ, ગૌરવ જસાણી સ્ટાફ એડમીન-ડીજીપી ઓફિસ, ઇમ્તિયાઝ શેખ લિવ રિઝર્વ, બળદેવસિંહ વાઘેલા ડીસીપી(ટ્રાફિક)- અમદાવાદ, લઘધીરસિંહ ઝાલા એસપી-આઈબી, નરેશ કણઝારીયા એસપી-આઈબી(ભુજ) અને ફાલ્ગુની પટેલ એસપી, એસઆરપીએફ ગ્રુપ-12, ગાંધીનગર ખાતે ફરજ બજાવી રહ્યા છે.
આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, તપસ્યા, પરિશ્રમ અને બુદ્ધિપ્રતિભાથી આઈ.પી.એસ. બન્યા પછી પોલીસના ઉચ્ચ અધિકારી તરીકે જનસેવા કરવાની તમને સુવર્ણ તક મળી છે ત્યારે જરૂરિયાતમંદ વ્યક્તિને સુખના દિવસો દેખાડી શકો એવી રીતે ફરજ બજાવજો. વર્ષ 2022 અને 2023 માં ઈન્ડિયન પોલીસ સર્વિસમાં જોડાયેલા 76 આર.આર. બેચના ગુજરાત કેડરમાં આવેલા નવ પ્રોબેશનર આઈ.પી.એસ. અધિકારીઓ સરદાર વલ્લભભાઈ નેશનલ પોલીસ એકેડેમી, હૈદરાબાદમાં તાલીમ લીધા પછી ગુજરાત પોલીસ એકેડેમી, કરાઈમાં સ્ટેટ લૉ અને અન્ય તાલીમ લઈ રહ્યા છે. આ તાલીમ દરમિયાન પ્રોબેશનર આઈ.પી.એસ. અધિકારીઓએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે મુલાકાત કરી હતી.