- ચાઈનીઝ દોરી, તુક્કલ વેચાણ પર પ્રતિબંધ અને ધાબા પર લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ
- જાહેરમાં ઘાસચારાનું વેચાણ તેમજ ઘાસચારા પર પ્રતિબંધ
ગુજરાતમા યુવા વર્ગનો સૌથી પ્રિય તહેવાર ઉત્તરાયણ છે. આ વખતે ઉત્તરાયણને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ઉત્તરાયણને લઈ સુરત અને રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરમાં ઘાસચારાનું વેચાણ તેમજ ઘાસચારો નાખી શકાશે નહિ. રાજકોટ તેમજ સુરત પોલીસ કમિશ્નરે ઉત્તરાયણના તહેવારને લઈ એક જાહેરનામું બહાર પાડ્યું છે. પોલીસ કમિશ્નરે બહાર પાડેલા જાહેરનામામાં ચાઈનીઝ દોરી વેચાણ અને તુક્કલ પ્રતિબંધ મૂક્યો છે. તો જાહેર માર્ગો પર ઘાસચારો વેચાણ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
ઉત્તરાયણના તહેવાર પહેલા સુરત અને રાજકોટમાં પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યુ છે. ત્યારે જો કોઈ આ જાહેરનામાનો ભંગ કરશે તો ઉત્તરાયણના દિવસે પોલીસ સ્ટેશન જવાનો વારો આવી શકે તેમ છે. વિગતો મુજબ પોલીસ કમિશ્નર દ્વારા ચાઈનીઝ દોરી, તુક્કલ વેચવા પર પ્રતિબંધ મુકાયો છે. આ સાથે ધાબા પર લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ લગાવાયો છે.
ઉત્તરાયણના તહેવારોના ઉત્સાહની વચ્ચે સાવચેતીના ભાગરૂપે આ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. સુરત અને રાજકોટમાં પોલીસ કમિશ્નર દ્વારા સાવચેતીના ભાગરૂપે ઉત્તરાયણના તહેવારને લઈ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં સુરતમાં ચાઈનીઝ દોરી, તુક્કલ વેચવા પર પ્રતિબંધ અને ધાબા પર લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે જાહેરમાર્ગ પર પતંગ ઉડાવવા પર મનાઈ ફરમાવાઈ છે.
આ સાથે ઓનલાઇન વેચાતા ચાઇનીઝ માંઝા, પ્લાસ્ટિક દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં ગ્લાસ કોટેડ, નાયલોન થ્રેડ, ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન વેચવા પર પ્રતિબંધ પણ મુકાયો છે. આ તરફ રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા પણ ઉત્તરાયણને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વિગતો મુજબ રાજકોટમાં ચાઇનીઝ દોરી અને તુક્કલો વેચવા પર પ્રતિબંધ મુકાયો છે. આ સાથે જાહેરમાં ઘાસચારાનું વેચાણ તેમજ ઘાસચારો નાખી શકાશે નહી. તેમજ ધાબા પર મોટા આવાજવાળા લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકવા સાથે જાહેર માર્ગ પર પતંગ ઉડાવવા પર મનાઈ કરવામાં આવી છે. આ તરફ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.