વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઑક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવશે, જે દરમિયાન તેઓ સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા અને ઘણા વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાના છે. 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની જન્મજયંતિ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
એક લાખ લોકોને સંબોધિત કરશે
સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે પીએમ મોદી 30 ઓક્ટોબરે ગુજરાતના મહેસાણા જિલ્લાના ખેરાલુ નગર પાસે એક જાહેર સભામાં લોકોને સંબોધિત કરશે અને અનેક વિકાસ યોજનાઓનું લોકાર્પણ કરશે.
સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના સૂત્રોએ દાવો કર્યો હતો કે ખેરાલુમાં લગભગ એક લાખ લોકો મેગા રેલીમાં ભાગ લેશે. ભાજપે એક રિલીઝમાં જણાવ્યું કે પીએમ મોદી મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા ગામમાં રૂ. 4,778 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
31 ઓક્ટોબરના રોજ, વડાપ્રધાન ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે નર્મદા જિલ્લામાં હશે.